સોમવારની સવાર સાથે એક વાર ફરીથી કૃષિ જાગરણ તમારા માટે લઈને આવી ગયો છે ગુજરાત અને દેશના હવામાનની માહિતી. આ માહિતીમાં સૌથી પહેલા અમે શરૂઆત કરીશું ગરવી ગુજરાતથી. ગુજરાત માટે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારે અમરેલીમાં વરસાદ ખાબકશે. અમરેલી જિલ્લામાં 12 થી લઈને 14 ઓગસ્ટ સુધી વાદળ છવાયું રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
જ્યારે જામનગર જિલ્લામાં 12 થી 14ની વચ્ચે હુંફાળુ ભેજવાળુ અને મધ્યમ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.તેમજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. જામનગરની જેમ મોરબી જિલ્લાનું હવામાન પણ આમજ રહેશે. દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ નોંધાશે. એજ સંદર્ભમાં સુરેન્દ્રનગરમાં 32 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે અને હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કેટલાક જગ્યાએ ધોધમાર તો કેટલાક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે.
ભારતનું હવામાન
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14,15,16 અને 17 તારીખે વરસાદને લઈને ઉત્તર પ્રદેશ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જો કે 4 દિવસ સુધી યથાવત રહેશે. જો પાટનગર દિલ્લીની વાત કરીએ તો દિલ્લીમાં પણ ધોધમાર વરસાદ ખાબકી શકે છે. જ્યારે દક્ષિણ ભારતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
કેદારનાથ જવા પર પ્રતિબંધ
ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થઈ રહ્યો છે. ગઈ કાલે પણ કેદારનાથ ઘાટીમાં ભુસ્ખલનના કારણે કેટલાક લોકોએ ફંસાઈ ગયા છે. તેમ જ બદ્રિનાથ હાઈવે પર પણ ભારે વરસાદના કારણે થયું ભુસ્ખલનથી કેટલાક વાહનો દટાઈ ગયા છે. રાજ્યમાં ભારે વરસાદને જોતા ઉત્તરખંડ સરકારે હાલ માટે 4 ધામ યાત્રા પર પ્રતિબંધ મુકી દીધું છે.
Share your comments