ઉત્તર ભારતમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી વરસાદને જોતા ગુજરાતમાં ઠંડી ઓછી થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જ્યારે ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થઈ જાય છે ત્યારે પશ્ચિમી અને મૈદાની વિસ્તારોમાં ઠંડીનું જોર ઓછા થવા માંડે છે. તેને જોતા હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આજથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટવા લાગશે અને રાજ્યમાં આવતા અઠવાડિયા સુધીમાં ઉનાળાની શરૂઆત થઈ જશે. નોંધણીય છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ છવાયો વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ઠંડી જોવા મળી રહી છે જ્યારે બપોરે ગરમીનું અનુભવ થઈ રહ્યો છે.
આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે
કેટલાક વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ વચ્ચે ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યુ મુજબ આગામી મૌસમ આગામી પાંચ દિવસ સુધી સુકુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં પશ્ચિમ ઉતર પશ્ચિમના પવન ફુકાઈ રહ્યો છે. જોકે પશ્ચિમ તરફના પવનો આવતા હોવાના કારણે વાદળ છાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ થવાની કોઈ સંભાવના નથી અને ધીમે-ધીમે તાપમાન વધારો થવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે આગામી અઠવાડિયા સુધી રાજ્યમાં ગરમીનું જોર જોવા મળશે.
કયા જિલ્લામાં કેટલા તાપમાન નોંધાયું
જો આપણા દરેક જિલ્લાના તાપમાનની વાત કરીએ તો શુક્રવારે ડીસાનું લઘુમત તાપમાન 16.8 ડિગ્રી નોંધાયુ છે જોકે સામાન્ય કરતા 6 ડિગ્રી વધું છે. જણાવી દઈએ કે ચાલુ વર્ષે શિયાળામાં લધુતમ તાપમાન સામાન્ય કરતા ઉંચા રહ્યો હતો અને કોલ્ડવેવની ફ્રિકવેન્સી પણ ઘટી હતી. જ્યારે અમદાવાદનું લઘુતમ તાપમાન 18 ડીગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 5 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે. તો રાજકોટનું લઘુતમ તાપમાન 17 ડીગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે. ભુજનુ લઘુતમ તાપમાન 17.3 ડીગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 6 ડિગ્રી ઉંચુ છે.
સામાન્ય ઝાકળ જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્ય પ્રમાણે રાજ્યમાં આજે અને આવતા કાલે સામાન્ય ઝાકળ જોવા મળી શકે છે. જે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. જોકે, સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠાના પશ્ચિમ ભાગોમાં ઝાકળની અસર પ્રમાણમાં વધુ હશે. ઝાકળવર્ષા અને વાદળછાયું વાતાવરણ થયું તેના કારણે ખેડૂતોને શિયાળુ પાકમાં નુકસાન થઈ શકે છે. જેમાં ખાસ કરીને જીરુના પાકમાં ઝાકળના કારણે ચર્મીનું પ્રમાણ વધશે.
Share your comments