દેશમાં એક વાર ફરીથી દક્ષિણ-પશ્ચિમી ચોમાસાની ગતિ વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમી ભારતના રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આઈએમડી મુજબ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન ગુજરાતના કેટલાક વિસ્ચારો સુધી પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રમાં પહોંચવાના આરે છે. તેના સાથે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના પણ કેટલાક જિલ્લાઓમાં મોનસૂનની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અહેવાલ મુજબ આગાગી ત્રણથી પાંચ દિવસોમાં મોનસૂન આખા ગુજરાતમાં છવાઈ જશે અને ગાજવીજ સાથે વરસાદ થશે,તેમજ એજ દિવસોમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળને પોતાનમાં આવરી લેશે અને ત્યાર પછી ઉત્તરાખંડ તરફ વધી જશે.
કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાકમાં સામાન્ય વરસાદની સંભાવના
આગામી પાંચ દિવસોના હવામાનની વાત કરીએ તો આ દરમિયાન ગુજરાતના દરિયા કાંઠે આવેલ જિલ્લાઓ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટકાના દરિયા કાંઠે આવેલ જિલ્લાઓમાં સતત વરસાદ જોવા મળશે. જેમાંથી કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેના સાથે જ ઉત્તર ભારતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનું ઘટાડો નોંધાઈ શકે છે.
ગુજરાતમાં ફુંકાશે 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન
ગુજરાતના દરિયા કાંઠે વાવઝોડાનું રેડ એલર્ટ પછી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદના સાથે જ 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે તેની આગાહી કરી છે. જેના માટે આગામી બે દિવસ સુધી ખલાસીઓને દરિયામાં જવાની ન પાડવામાં છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી , સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં અનેક નદીનાળાઓમાં નવા નીર આવવાથી લોકોના ઉત્સાહમાં વધારો થયો છે.
આગામી બે દિવસે ક્યા-ક્યા થશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આજે એટલે કે 26 તારીખે આણંદ, પંચમહલ, છોટાઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે સુરેન્દ્રગર,. અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ પવન સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે. તેમ જ આજે આખા ગુજારાતમાં ગાજવીજની ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો:વિનાશનું રેડ એલર્ટ: ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે વાવઝોડાની આગાહી, હિમાચલમાં વાદળ ફાટ્યું
જો આપણે આવતી કાલે એટલે કે 27 જૂનની વાત કરીએ તો આવતી કાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુરૂવારે પણ આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
Share your comments