Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: હવામાન વિભાગે ડિસેમ્બરમાં કોલ્ડવેવની કરી આગાહી

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત સમેત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કોલ્ડવેવને લઈને આગાહી કરી છે. વાસ્તવમાં, IMD એ કોલ્ડ વેવ, ધુમ્મસ અને વરસાદને લઈને બે અઠવાડિયા માટે હવામાનની આગાહી જારી કરી છે.તે જ સમયે, ડિસેમ્બરની ઠંડીની મોસમનો પ્રવેશ થઈ ગયો છે

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત સમેત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કોલ્ડવેવને લઈને આગાહી કરી છે. વાસ્તવમાં, IMD એ કોલ્ડ વેવ, ધુમ્મસ અને વરસાદને લઈને બે અઠવાડિયા માટે હવામાનની આગાહી જારી કરી છે.તે જ સમયે, ડિસેમ્બરની ઠંડીની મોસમનો પ્રવેશ થઈ ગયો છે, ભારતના કેટલાક ભાગોમાં તેજ પવનને કારણે ઠંડીમાં થોડો વધારો થયો છે. આ સિવાય પહાડી રાજ્યોમાં હિમવર્ષા ચાલુ છે. તેમજ ગઈકાલે આવેલા ફેંગલ વાવાઝોડાને કારણે હજુ પણ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં હવામાનની સ્થિતિ

હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 7 દિવસ સુઘી રાજ્યમાં હવામાન સુંકૂ રહેશે અને તાપમાનમાં પણ 2 થી 4 ડિગ્રીની ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. નલિયામાં તાપમાન 11.6 ડિગ્રી નોંઘાયુ હતુ આ સાથે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં પણ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી ગયું. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે. તેના સાથે જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જોરદાર ઠંડી પવન ફુંકાશે તેની પણ શક્યતા છે.

દિલ્હી-NCRમાં તાપમાન ઘટશે

દિલ્હી-એનસીઆર છેલ્લા કેટલાક દિવસોથી સવારના સમયે ફૂંકાતા જોરદાર પવનને કારણે ઠંડીની અસર જોવા મળી રહી છે. તે જ સમયે, IMD એ આગામી થોડા દિવસોમાં અહીં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે જ સમયે, આજ પછી એટલે કે 7મી ડિસેમ્બર પછી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

ગાઢ ધુમ્મસની શક્યતા

કોલ્ડ વેવ ઉપરાંત IMDએ ધુમ્મસની ચેતવણી પણ જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા અને ચંદીગઢના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની અપેક્ષા છે, ખાસ કરીને 7 ડિસેમ્બરની રાતથી 10 ડિસેમ્બરની સવાર સુધી. તેનાથી વિઝિબિલિટી પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે, જેમ જેમ ડિસેમ્બરનું બીજું અઠવાડિયું આગળ વધશે તેમ તેમ ગંગાના મેદાનોમાં ગાઢ ધુમ્મસની શક્યતાઓ ઘટશે.


પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા ચાલુ

કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. તે જ સમયે, નીચાણવાળા વિસ્તારોમાં હવામાન શુષ્ક જોવા મળી રહ્યો છે.શ્રીનગર સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. આ સિવાય હિમાચલના કેટલાક વિસ્તારોમાં હળવી હિમવર્ષા થવાની સંભાવના છે.આ હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં શીત લહેરોની શક્યતા વધી જશે.

Share your comments

Subscribe Magazine

More on weather

More