ગુજરાતમાં મેઘમહેર ચાલૂ છે અને આગામી 5 દિવસ સુધી રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાતના આઠ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થશે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે-બે જિલ્લાઓનું સમાવેશ થાય છે. જ્યારે બીજા બે જિલ્લા દક્ષિણ ગુજરાતના છે. રાજ્યના જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ અને રાજકોટનું સમાવેશ થાય છે. તેના સાથે જ દાદરા નગર હવેલી અને દમણમાં પણ છુટાછવાયા વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યમાં આજનું તાપમાન
જો રાજ્યમાં આજનું તાપમાનની વાત કરવામાં આવે તો અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, સહિતના જિલ્લાઓમા મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમરેલી, આણંદ, બનાસકાંઠા, ખેડા,મહીસાગર, મહેસાણા, પંચમહલ, પાટણ, સાબરકાંઠા,વડોદરા સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 38 ડ્રિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત ડાગ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 32 ડ્રિગ્રી નોંધવામાં આવ્યું છે.
કયા તારીખે ક્યાં પડશે
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આવતી કાલે અરવલ્લી, ગાંધીનગર,નવસારી, અમદાવાદ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પરમ દિવસે દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તેના સાથે જ હવામાન વિભાગે 18,19 અને 20 જૂને કયા જિલ્લાઓમાં વરસાદ થશે તેની પણ માહિતી આપી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે 18 તારીખે નવસારી ,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ,ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં વરસાદ થશે. જ્યારે 19 જૂને નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર હવેલી ,ભાવનગર ,અમરેલી ,ડાંગ ,ગીર સોમનાથ ,કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત 20 જૂને નર્મદા સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી ,સુરેન્દ્રનગર ,અમરેલી ,ભાવનગર ,બોટાદ કચ્છમાં હળવાથી માધ્યમ વરસાદ થઈ શકે છે.
દેશના બીજા રાજ્યોની સ્થિતિ
જો આપણે દેશના બીજા રાજ્યોની વાત કરીએ તો હાલ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીનું દોર જારી છે. ત્યાં હીટ વેવેના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમ નહીં પહાડી વિસ્તાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખ઼ંડમાં પણ હીટ વેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સમાંતર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. અનુકૂળ પરિસ્થિતિઓ સૂચવે છે કે તે આગામી 4-5 દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગાના તટવર્તી પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વિસ્તારોમાં મોનસૂન આગળ વધશે ત્યાં ચોમાસું આગળ વધવાથી ખૂબ જ જલ્દી ગરમીમાંથી રાહત મળશે અને ડાંગરની ખેતી જેવી ચોમાસાના વરસાદ પર આધારિત કૃષિ પ્રવૃત્તિઓને સૌથી વધુ વેગ મળશે.
Share your comments