સમગ્ર ભારતમાં હાલ ચોમાસું સક્રિય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે અનેક રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ પણ બની રહી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આજે એટલે કે સોમવારે 5 ઓગસ્ટને લઈને પશ્ચિમ રાજસ્થાન, પેટા હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પૂર્વી ભારત, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલયની સાથે મઘ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડીના જણાવ્યા મુજબ તે જ સમય જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પુર્વી રાજસ્થાન, છત્તીસગઢ, કોકણું, ગોવા, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકળ, કેરળ અને માહેરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ
હવામાન વિભાગે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાયું છે. જ્યારે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં નીચા દબાણનું ક્ષેત્ર યથાવત છે. જેના કારણે પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં બે દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને લઈને હવામાન વિભાગે આગામી કરી છે. જ્યારે પાટનગર દિલ્હીમાં વરસાદ નહીં થવાનું અનુમાન લગાવ્યું છે.
ગુજરાતનું હવામાન
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી મુજબ ગુજરાતિઓને 12 થી 13 ઓગસ્ટ સુધી ભારે વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 12 થી 13 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. આ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતના જિલ્લાઓના સમાવેશ થાય છે. તેમણા જણાવ્યા મુજબ 'બંગાળમાં આવેલા સાગરમાં બનેલું ડિપ્રેશનની અસર ગુજરાત સહિત રાજસ્થાન નજીકના અનેક વિસ્તારોમાં જોવા મળશે. જ્યારે ડિપ્રેશનની અસરથી ગુજરાતના પશ્ચિમ અને મધ્ય ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. જેમાં ગુજરાતના છોટા ઉદેપુર, કચ્છના મુન્દ્રા, પંચમહાલ, તારાપુર, વડોદરા, આણંદ, કપડવંજ સહિતના વિસ્તારોમાં ધોધમાર પડી શકે છે.
13 થી 16 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ 13 થી 16 ઓગસ્ટની વચ્ચે રાજ્યમાં હળવાથી ભારે વરસાદ ખાકશે, એવી માહિતી મળી રહી છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. જ્યારે આગામી 12થી 16 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Share your comments