છેલ્લા 24 કલાકમાં રાજ્યની જુદા-જુદા તાલુકાઓમાં મેઘે જબરદસ્ત બેટિંગ કરી છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, બનાસકાંઠા, ગીર સોમનાથ, પાટણ અને વેરાવળ જિલ્લાની તાલુકાઓ સાથે રાજ્યની કુળ 162 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે અને વરસાદ મન મુકીને વરસી છે પરંતુ એજ વચ્ચે એક દુખદ સમાચાર પણ સામે આવ્યું છે. જામનગરમાં વીજળી પડતા 3 લોકોએ પોતાનું જીવ ગુમાવ્યો છે. બીજી બાજુ અંબાલાલ પટેલે ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે તેની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અષાઢી સુદ બીજની વીજળી અને અષાઢી બીજના વાદળો સારા માનવામાં આવે છે. જેથી હવે ધીરે-ધીરે વરસાદની માત્રા વધશે. રાજ્યમાં 10, 11, 12 અને 13 જુલાઈએ ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળના અખાતમાં એક સિસ્ટમ સક્રિય થવાથી 17 જુલાઈ પછી રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે.
વાતાવરણમાં હવાનું હળવું દબાણ
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે હાલ ગુજરાતના વાતાવરણમાં પવનનું હળવું દબાણ જોવા મળી રહ્યું છે. જેના કારણે આવતી કાલે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, આહવા અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે,આ ઉપરાંત અમરેલી, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
કેટલાક છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી
તો બીજી બાજુ હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો 11 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા-નગર હવેલી, દમણ અને અરવલ્લીના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. બુધવારે કચ્છના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.
Share your comments