કૃષિ જાગરણે દર વખતે તમને હવામાનથી લગતા સમાચાર જણાવે છે. એજ સંદર્ભમાં આજે પણ અમે તમારા માટે હવામાનથી લગતા સમાચાર લઈને આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલની જેમ આજે પણ રાજ્યમાં છુટાછવાયા વરસાદ થવાની શક્યતા છે. જ્યાં કચ્છમાં છુટાછવાયા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો છોટાઉદેપુર, સૂરત, ભરૂચ,નવસારી,તાપી, વલસાડ, ડાંગ, નર્મદા, દાદરા નગર હવેલી, દમણ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું
ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ મુજબ ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવો વરસાદ નોંઘાઈ રહી છે અને આગળ પણ આવી જ રીતે વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ વેધર મેપ મુજબ આગામી પાંચ દિવસ સુધી વરસાદ તો રહેશે પરંતુ અત્યંત ભારે વરસાદ થવાની રાજ્યમાં શક્યતા ઓછી સેવાઈ રહી છે.
ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
પરમ દિવસે બુધવારના રોજને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના મુજબ કચ્છમાં ગાજવીજ સાથે તેમ જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાશે. જો આપણે ગુરૂવારની વાત કરીએ તો ત્યારે સૌરાષ્ટ્રના અમુક જીલ્લાઓ, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતનાં અનેક જીલ્લાઓમાં ગાજવીજ તેમજ હળવા વરસાદની આગાહી કરી છે.શુક્રવાર અને શનિવારનાં રોજ રાજ્યનાં કચ્છમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે.
Share your comments