અમદાવાદ સ્થિત ગુજરાત હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના હવામાનની આગાહી કરી છે. તેમના આજથી લઈને સોમવારે 22 જેન્યુઆરી સુધી રાજ્યના હવામાન કેવો રહશે, તેની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં તાપમાન સામાન્ય રહેવાની સંભાવનાઓ છે. મોડી ઠંડી શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ પણ લોકોને ખરા શિયાળા જેવો અનુભવ થશે. કેમ કે ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાં સારા પ્રમાણમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ગુજરાત, રાજસ્થાન, મઘ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્લી જેવા રાજ્યોંમાં ઠંડનું જોર વધી ગયું છે. બીજી બાજુ તાજી આગાહી ખેડૂતોને રાહાત આપશે.
રાજ્યમાં વરસાદની સ્થિતિ શું છે.
તે અંગે વાત કરતા હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેશે. આથી રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી.જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી. કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, તેમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જેમાં 1-2 ડિગ્રીનો સામાન્ય વધારો થઈ શકે છે.
ગાંધીનગર અને નલિયા સૌથી ઠંડું
હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવેલ તાપમાન મુજબ નલિયા અને ગાંધીનગર સૌથી ઠંડુ રહશે. જ્યાં નલિયામાં તાપમાન 11 ડિગ્રી રહેશે તો અમદવાન લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે. ત્યારે સુરતમાં 16, રાજકોટમાં 14 અને વડોદરામાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ગુરુવારે કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી અને પવન પણ હળવો રહી શકે છે.
Share your comments