ભગવાન શિવનું પ્રિય મહિના સાવનની આજથી શરૂઆત થઈ ગઈ છે. મંદિરોમાં ભગવાન શિવના દર્શન કરવા માટે શ્રદ્ધાલુઓ ઉમટી પડ્યા છે. આ વચ્ચે ગુજરતામાં ફરી વરસાદ ભુક્કા બોલાવશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ્સ મુજબ આવનારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે, કેમ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં આવનારા ત્રણ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. જેમાંથી દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી.
આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, મોરબી,જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
એક કલાકમાં ધોધમાર વરસાદ
જૂનાગઢમાં મેંદરડા પંથકમાં એક કલાકમાં ધોઘમાર બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.ઘેડ પંથકમાં પસાર થતી સાંબલી નદીમાં રેકોર્ડ બ્રેક પાણીની આવક થઈ છે.વલસાડ જિલ્લામાં પણ બપોરથી વરસાદ પડી રહ્યો છે. તો રાજકોટમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ નોંધાયો છે.
Share your comments