Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: આઈએમડી ગુજરાત માટે જાહેર કરી ચેતવણી, વીજળીના ચમકારા સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં ફરી એક વાર ભારે વરસાદની આગાહી આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આઈએમડી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદ ખાબકશે અને આગામી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ થવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
વીજળીના ચમકારા સાથે ખાબકશે વરસાદ
વીજળીના ચમકારા સાથે ખાબકશે વરસાદ

ગુજરાતમાં ફરી એક વાર ભારે વરસાદની આગાહી આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આઈએમડી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સતત વરસાદ ખાબકશે અને આગામી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ થવાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા માટેનું એલર્ટ પણ આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આઈએમડીના એક વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 8 ઓગસ્ટે ગુજરાતના નવસારી, વલસાડ,દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદન ખાબકશે. જ્યારે 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાઈ આટલી વરસાદ

જો આપણે પરમ દિવસે એટલે કે શનિવારે 10 ઓગસ્ટની વાત કરીએ તો તે દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ નોંધાશે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ વિસ્તારો તરફ પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જણાવી દઈએ કે ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધીમાં પડેલા વરસાદ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનના કુલ વરસાદના 68.41 ટકા વરસાદ નોંધાઈ છે. જેમાં ગુજરાતના કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 86.70 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82.53 ટકા, સૌરાષ્ટ્રમાં 78.20 ટકા ઉત્તર ગુજરાતમાં 51.14 ટકા અને મધ્ય પૂર્વ ગુજરાતમાં 49.29 ટકા વરસાદ નોંધાયો છે.

વીજળીના ચમકારા સાથે ઘણી જગ્યાએ વરસાદ

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ કોંકણ, ગોવા અને ગુજરાતમાં અઠવાડિયા દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ધણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. સમગ્ર અઠવાડિયામાં મહારાષ્ટ્ર, મરાઠવાડા અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 08-09 દરમિયાન કોંકણ અને ગોવામાં, 08-10 દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, 08-10 દરમિયાન ગુજરાત પ્રદેશ અને 09 અને 10 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

IMD એ તેની આગાહીમાં કહ્યું છે કે 10 તારીખે હિમાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 08ના રોજ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. 10 અને 11 તારીખે જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 08-13 દરમિયાન ઉત્તરાખંડ, રાજસ્થાન, 08-11 દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, 10ના રોજ પંજાબ, 08 અને 10 ઓગસ્ટે હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદ થઈ શકે છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More