બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં ડીપ પ્રેશરની સ્થિતિ બની છે. જેના કારણે રાજ્યમાં સતત વરસાદ જોવા મળી રહી છે. એજ નહીં તેના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાક પૂરના પાણીમાં તણાઈ ગયો છે કે પછી ખેતરમાં પાણીના ગરકાવના કારણે સુકાઈ ગયો. હાલ ગુજરાતના હવામાનની વાત કરીએ તો મઘ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે,જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ઘાત ખસી ગઈ છે. જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં બનેલો લો પ્રેશર એમ તો ગુજરાત પહોંચી ગયું છે, પરંતુ તેઓ સતત પોતાના રસ્તા બદલી પણ રહ્યા છે.
યેલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે યેલો એલર્ટ જાહેર કરવાનું અર્થ એવું છે કે આ જિલ્લાઓમાં આગામી ચાર દિવસ સુધી છુટાછવાયા વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં અમરેલી, રાજકોટ, અમદાવાદ, ખેડા, પંચમહલ અને છોટાઉદેપુરનું સમાવેશ થાય છે. ત્યારે સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો વડોદરા. આણંદ, ભાવનગર, નર્મદા,તાપી, ડાંગ, વલસાડ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં એક સાથે ચાર સિસ્ટમ એક્ટિવ થયા
ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યારે વરસાદના ચાર સિસ્ટમ સક્રિયા થઈ ગયા છે. જેથી સુરતમાં ભયંકર વરસાદ થવાની શક્યતા છે, તેથી કરીને ખેડૂતોને પોતના પશુઓને ખીલી સાથે બાંધવાની ન પાડવામાં આવી છે અને તેઓને સુરક્ષિત સ્થાન લઈ જવા માટે પણ કહેવામાં આવ્યા છે. તેના સાથે જ ખલાસિઓને પણ દરિયા નથી ખેડવાની સલાહ આપવામાં આવી છે. વુધુ માહિતી માટે જણાવી દઈએ કે આજે ભરૂચમાં પણ ભારે વરસાદ ખાબકશે, એવી આગાહી કરવામાં આવી છે.
પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં પૂર્વી ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, અંદામાન અને નિકોબાર, મહારાષ્ટ્રના વિદર્ભ, કોકણ, ગોવા,કર્ણાટકા, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પૂર્વોત્તર ભારતના કેટવાલ વિસ્તારોમાં ભારે વરસાદના સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે
આ પણ વાંચો:દેશી અને વિદેશી ગાયમાં શું છે તફાવત, કેન્દ્ર સરકાર શા માટે દેશી ગાયને જણાવ્યું જરૂરી
Share your comments