દર સોમવારે કૃષિ જાગરણ ગુજરાતિએ રાજ્યમાં આવનારા દિવસોમાં હવામાન કેવો રહેશે તેના વિશેમાં હવામાન નિષ્ણાતો સાથે વાતચીત કર્યા પછી ખેડૂતો સુધી માહિતી પહોંચાડે છે. એજ સંદર્ભમાં આજે એટલે કે સોમવારે 15 જુલાઈના રોજ ફરીથી અમે લઈને આવી ગયા છે તમારા માટે હવામાનથી જોડાયેલા સમાચાર, જેમાં તમને આવનારા દિવસોમાં રાજ્યમાં હવામાન કેવો રહેશે તેની માહિતી મળશે. એમ તો અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ ખાસ જમાવટ કરી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તેઓ ભુક્કા બોલાવી રહ્યા છે. ગઈ કાલે ગણદેવીમાં ફક્ત 4 કલાકમાં આટલી વરસાદ થઈ કે ત્યાં જળપ્રલય આવ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. તેમાં પણ વલસાડ અને નવસારીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગાના નિષ્ણાતોએ રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેની આગાહી કરી છે. 15 જુલાઈએ એટલે કે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15 જુલાઈના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે.
16 અને 17 જુલાઈએ ભારે વરસાદની સંભાવના
હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ આવતી કાલે અને પરમ દિવસે એટલે કે 16 અને 17 જુલાઈએ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવે છે. આવતી કાલે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભારે વરસાદ વરસી શકે છે. તો પરમ દિવસે મેઘરાજા રાજ્યમાં રમઝટ બોલાવી શકે છે.
બીજા રાજ્યોમાં પણ વરસાદનું રેડ એલર્ટ
IMD અનુસાર, આગામી પાંચ દિવસ સુધી કોંકણ ગોવા, માહે, કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે.આ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંતરિક કર્ણાટકના ઘાટ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, મરાઠવાડા, ગુજરાત, વિદર્ભ, તટીય આંધ્રપ્રદેશ, યમન, તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર ઓડિશા, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ ત્રિપુરા, સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ઘાટો. તમિલનાડુમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.
Share your comments