સમગ્ર ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં ભારે તરાજી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ખાબકશે. જેમાં કચ્છ, પોરબંદર. જૂનાગઢ, સુરત, નવસારી, દમણ, દાદર નગર હવેલી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બનાસકાંઠા, પાટણમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના સાથે જ સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને દીવમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદનું સંકટ વધુ ધેરું બનતું જાય છે
હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં પણ પહેલાં વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. જેમ જેમ આ સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે તેમ તેમ વરસાદનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે.
જુલાઈમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં બે દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમણે સાયકલોનિક સર્ક્યુલેશનન અને લો પ્રેશરના લીધે જુલાઈમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 5 થી 12 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા છે. તો અષાઢી બીજે રથયાત્રાના દિવસે સાંજના સમયે સારો વરસાદ આવશે. ઉલ્લેખનીય છે કે 12 થી 14 જુલાઈ પશ્ચિમ ધાટથી આવતો પવન ગુજરાતમાં વરસાદ લાવશે.
ગુજરાતની જેમ ઉત્તરાખંડમાં પણ રેડ એલર્ટ
2 જુલાઈથી 4 જુલાઈ સુધી ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારેથી અતિભારે વરસાદની ચેતવણીને કારણે હલ્દવાની અને બાગેશ્વર જિલ્લામાં શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. હાલમાં દેહરાદૂનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે નદીઓ, નાળાઓ અને તળાવોમાં પાણીનું સ્તર ઝડપથી વધવાની સંભાવના છે. તેને જોતા મંગળવારે જિલ્લાની તમામ શાળાઓ (વર્ગ 1 થી 12) બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
Share your comments