Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે, હવામાન વિભાગે જાહેર કર્યો ઓરેન્જ અને યેલો એલર્ટ

ઘણા દિવસોથી ગુજરાતમાં ભુક્કા બોલાવી રહેલી વરસદાનું જોર બે દિવસથી ઘટ્યું છે. પરંતુ આવનારા 5 દિવસ ગુજરાતમાં ભારે પણ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 5 થી લઈને 10 તારીખ સુઘી ધોધમાર વરસાદ ખાબકશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ઘણા દિવસોથી ગુજરાતમાં ભુક્કા બોલાવી રહેલી વરસદાનું જોર બે દિવસથી ઘટ્યું છે. પરંતુ આવનારા 5 દિવસ ગુજરાતમાં ભારે પણ દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 5 થી લઈને 10 તારીખ સુઘી ધોધમાર વરસાદ ખાબકશે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંઘાઈ છે. ત્યાં અઢી ઈંચ વરસાદ વરસી છે, જ્યારે ડાંગમાં બે ઇંચ વરસાદ નોંધાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદ થવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આગાહી મુજબ 5મી ઓગસ્ટ સુઘીમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી સંભાવના છે. જેથી બંને વિસ્તારોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બીજી ઓગસ્ટે સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે ચેલો એલર્ટ જાહેર કરાયું છે. તેના સાથે રાજ્યના 25 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

આવતી કાલે અને પરમ દિવસે માટે આગાહી

ત્રીજી ઓગસ્ટ માટે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

 આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ચોથી ઓગસ્ટે સુરત, નવસારી, અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાચલમાં વાદળ ફાટ્યા

હિમાચલ પ્રદેશના રામપુરમાં બચાવ કામગીરીમાં સામેલ એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ કરમ સિંહે જણાવ્યું કે, "વાદળ ફાટવાની જગ્યા અહીંથી માત્ર 10-12 કિમી દૂર છે. લગભગ 20-25 ઘરો અને 40-42 લોકો ધોવાઈ ગયા છે. ભારતીય સેનાની બે ટીમો NDRF, CISF, SDRF અને અન્ય સ્વયંસેવકોને અહીંથી બહાર કાઢવાની શક્યતા છે અમે સતત શોધ અને બચાવ કામગીરી કરી રહ્યા છીએ.

Share your comments

Subscribe Magazine

More on weather

More