Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: આવનારા બે દિવસ ગુજરાત માટે ભારે, દરિયા કાંઠે વાવાઝોડાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેમજ ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદી માહોલની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેમજ ગુજરાતના દરેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણવ્યા મુજબ આવતી કાલે અને પરમ દિવસે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. જ્યા આવતી કાલે ડાંગ, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે તો પરમ દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી તેમજ દમણમાં ભારે વરસાદની શક્યતા છે.  

ખલાસિઓને દરિયા નથી ખેડવાણી સલાહ

હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેથી કરીને ખલાસિઓને આવનાર 5 દિવસ સુધી દરિયો નથી ખેડવાણી સલાહ આપવામાં આવી છે.જ્યારે અમદવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં 87 ની મોત

તેજ પવન અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે બગીચાઓ, ઉભા પાક, નબળા બાંધકામો અને કચ્છી મકાનોને નુકસાન થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જેના કારણે પાકને ભારે નુકસાન થઈ શકે છે. આ અંગે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 27 જૂનથી 5 ઓગસ્ટ વચ્ચે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 87 લોકોના મોત થયા હતા અને રાજ્યને 684 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

ભારતમાં કેવું રહેશે હવામાન

ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જણવ્યા મુજબ જ્યાં ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, ત્યારે દક્ષિણ ભારતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે.બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટ્યા પછી 12 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂરની શક્યતા અંગે પણ ચેતવણી આપી છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More