અત્યારે દેશમાં કાળઝાળ ઉનાળો લોકોને રડાવી રહ્યું છે. ગરમીની સ્થિતિ આટલી વણાસી ગઈ છે કે હવે ફક્ત ઉભા પાક સળગી નથી રહ્યો પરંતુ શોર્ટ સર્કિટ પણ થઈ રહ્યો છે. જેનું હાલનું ઉદાહરણ રાજકોટમાં થયું અગ્નિકાંડ છે, જેમાં 27 થી વધુ લોકોએ પોતાનું જીવ ગુમાવી દીધું છે. પરંતુ અત્યારે તેને લઈને કોઈ માહિતી બાહર પાડવામાં આવી નથી પણ સુત્રો દ્વારા આવું જાણવા મળ્યું છે કે તે અગ્નિકાંડ શોર્ટ સર્કિટના કારણે થયું હતું, જેના પાછળ અંગ દાઝી જાય એવા ઉનાળા છે, જો કે ઉત્તરથી દક્ષિણ સુધી અત્યારે વધુ વણાસી જશે તેવી ધારણ છે. પરંતુ તેના સાથે જ ગુજરાતમાં હવામાન પલટાશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
દેશના કેટલાક ભાગોમાં તાપમાન 47 ડિગ્રીને વટાવ્યું
દેશના ઘણા ભાગોમાં તાપમાન 47 ડિગ્રીને વટાવી ગયું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યો ખાસ કરીને ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જ્યાં પારો તેમની સામાન્ય મર્યાદા કરતાં વધી રહ્યો છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં ઐતિહાસિક રીતે ઊંચા તાપમાન નોંધાયું છે, જેના કારણે ગરમી સંબંધિત બીમારીઓ અને મૃત્યુદરમાં વધારો થયો છે. દેશભરના 37 શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આકરી ગરમી 29 મે સુધી ચાલુ રહેશે.
આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?
આરોગ્ય મંત્રાલયે કંપનીઓને સલાહ આપી છે કે ગરમીનું મોજું ચાલુ રહે તે રીતે કાર્યસ્થળમાં મહત્વપૂર્ણ ગરમી સલામતી પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવે. મંત્રાલયે માંગ કરી હતી કે કંપનીઓએ કામના સ્થળે પીવાના પાણીની પૂરતી સુવિધા પૂરી પાડવી જોઈએ. મંત્રાલયે કેટલીક સલાહ શેર કરી, લોકોને દિવસ પછી કામ પર વધુ વારંવાર વિરામ લેવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અતિશય ગરમીનો સંપર્ક આરોગ્યને અસર કરી શકે છે, જેમાં ફોલ્લીઓથી લઈને ગંભીર અને સંભવિત ઘાતક સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે ગરમીથી થકાવટ અને માથાનો દુખાવો, ચક્કર, ડિહાઇડ્રેશન અને શ્વાસની તકલીફ ગરમી સંબંધિત બીમારીના સામાન્ય લક્ષણો છે.
ગુજરાતને મળશે ગરમીથી રાહત
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલ જણાવ્યું કે 31 મે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાંલ ઘટાડો નોંઘાશે. કેમ કે ત્યાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ત્યાર સુધી રાજ્યમાં ગરમીનું પ્રકોપ ચથાવત રહેશે. અંબાલાલે વધુમાં જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ અને હ્યુમિડ વાતાવરણની સ્થિતિ બનશે. આ સાથે ડિસકમ્ફર્ટની સ્થિતિ રહેવાની આગાહી છે. તેમણે જણાવ્યું કે, . 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને સુરત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં 31 મે સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમ જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે
Share your comments