જ્યારથી એપ્રિલ મહીનાની શરૂઆત થઈ છે. ત્યારથી જ રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. ઘરની બાહર આટલા તડકો છે કે અંગ દઝાડતી ગરમીમાં કઈંક જવાનું મન પણ નથી કરી રહ્યો. રાજ્યના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં ગરમ પવન ફૂંકાઈ રહી છે. તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજના કારણે અકળામણ થાય તેવો અહેસાસ થઈ રહ્યો છે. એમ તો અત્યારે એજ તાપમાન યશાવત રહેવાની શક્યતા છે. પરંતુ તેના વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમી વધુ વધશે અને પ્રી મોનસૂન એક્ટિવિટી પણ શરૂ થશે, જેના કારણે માવઠું પણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમ જ વાવાઝોડાની પણ શક્યતા છે.
મહત્તમ તાપમાનમાં થશે વધારો
અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતનું તાપમાન અત્યારે 40 ડિગ્રીને વટાવી રહ્યું છે. જો કે દેશના મોટાના ભાગમાં આવતા અઠવાડિયા સુધીમાં હવામાનમાં પલટો જોવા મળશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જેમાં હળવા કે છાંટા પડવાની શક્યતા પણ રહેશે.
ગુજરાતના કયા ભાગોમાં આવશે માવઠું
અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં 12 થી 18 સુધી માવઠું જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. તેમ જ ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડી શકે છે અને પ્રી મોનસુન એક્ટિવિટી પણ શરૂ થશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં આંધી વંટોળ, ભારે પવન, પ્રીમોનસુન એક્ટિવિટી જોવા મળશે. જો કે કહેવાય છે કે આંધી વંટોળ આવે તો ચોમાસામાં વરસાદ સારો થાય છે. પરંતુ ભારે પવન રહે તો બાગાયતી પાકને નુકસાન થાય છે.
નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર અને પશ્ચિમ વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. જોકે, તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ ન હોવાથી તાપમાન વધારે ઊંચું નહીં જવાની આગાહી પણ કરવામાં આવી છે.
Share your comments