Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: ધોધમાર વરસાદ સાથે થશે ઓગસ્ટની શરૂઆત, 50 થી 60 ની ઝડપે ફુંકાશે પવન

સમગ્ર ગુજરાતમાં વરસાદે ભુક્કા બોલાવ્યો છે. રાજ્યમાં સતત ધોધમાર વરસાદ થઈ રહી છે. કેટલાક ગામો સાથે સંપર્ક પણ ટૂટી જવાનું સમાચાર સામે આવી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-પ્રિન્ટરિસ્ટ
ફોટો-પ્રિન્ટરિસ્ટ

સમગ્ર ગુજરાતમાં વરસાદે ભુક્કા બોલાવ્યો છે. રાજ્યમાં સતત ધોધમાર વરસાદ થઈ રહી છે. કેટલાક ગામો સાથે સંપર્ક પણ ટૂટી જવાનું સમાચાર સામે આવી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે અને તેના સાથે જ ધોધમાર વરસાદ ખાબકશે, એવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. તેના સાથે જ દરિયામાં પણ ઝડપથી પવન ફુંકાશે, જેથી કરીને ખલાસિઓને આવનારા પાંચ દિવસ સુધી દરિયા નથી ખેડવાની સલાહ આપવામાં આવી છે.

ઓગસ્ટની શરૂઆત ધોધમાર વરસાદ સાથે થશે  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆત રાજ્યામાં ભારેથી અતિભારે વરસાદ સાથે થશે, જેથી કરીને કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને પાક નુકસાનીનું ભીક સેવાઈ રહ્યું છે. જો આજની વાત કરવામાં આવે તો અત્યાર સુધીની અપેક્ષા મુજબ સમગ્ર રાજ્યમાં વરાપ જોવા મળશે અને છુટાછવાયા વરસાદ ખાબકી શકે છે, આજ માટે કોઈ મોટા રાઉંડની આગહી કરવામાં આવી નથી. તેથી કરીને ખેડૂતોને આજે ખેતકામ કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

5 થી 10 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાળ જણાવ્યું કે 1 મી ઓગસ્ટે ઉત્તર પૂર્વિય ભાગોમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના પછી 5મી ઓગસ્ટ ફરીથી એક સિસ્ટમ સક્રિય થશે. જેથી કરીને રાજ્યમાં 5મી ઓગસ્ટથી લઈને 10મો ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ ખાબકશે. આ સિસ્ટમનો માર્ગ ઓરિસ્સાથી વાયા મધ્ય પ્રદેશ ગુજરાત સુધી છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના સાથે જ 50ની ઝડપે પવન ફુંકાશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા થવાની શક્યતા છે.

શું કહે છે આઈએમડીની આગાહી?

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે. જેના અંતર્ગત ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અને મહારાષ્ટ્રના મરાઠવાડામાં 31 જુલાઈથી લઈને 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ખાબકશે. આઈએમડી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દેશના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 01-03 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 03 ઓગસ્ટ સુધી કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બુધવાર, 31 જુલાઈના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં, 01-03 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં, 31 જુલાઈ-03 ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ અને 02 ઓગસ્ટના રોજ વિદર્ભમાં ભારે વરસાદ થઈ શકે છે

Share your comments

Subscribe Magazine

More on weather

More