રાજ્યમાં ભરી શિયાળા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકશે, જેથી ખેડૂતોને મોટા ભાગે નુકશાન થવાની ભીતી છે. અંબાલાલ સાથે વાત કર્યા પછી અમને જાણવામાં મળ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે 30 મી જાન્યુઆરી રાજ્યનું હવામાન પલટાશે અને ફરીથી કમોસમી વરસાદ ખાબકશે એવો એંધાણા છે. જ્યાર ઠંડીનું પણ વધુ એક રાઉંડ જોવા મળશે.
વરસાદી સંકટથી ચેતીને રહેજો
અંબાલાલ પટેલની કમોસમી વરસાદને જોતા ખેડૂતોને ચેતી રહેવાની સલાહ આપવામાં આવી છે. કેમ કે અત્યારે ખેતરમાં રવિ સિઝનનું ઉભો પાક છે, જેની ટૂંક સમયમાં લણણી થવાની છે. તેથી પહેલા જો વરસાદ ખાબકશે તો ખેડૂતોને મોટા ભાગે નુકસાન થવાની ભીતી છે. આથી કરીને ખેડૂતોને ચેતવણી જાહેર કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા મુજબ 30 મી થી લઈને 4 ફેબ્રુઆરી સુધી રાજ્યના કેટલા જિલ્લાઓમાં વરસાદ થશે. ત્યારે અમદાવાદમાં 2 થી 4 ફેબ્રુઆરીની વચ્ચે વરસાદ ખાબકશે.
ફેબ્રુઆરી પછી ઉનાળાની શરૂઆત
અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 5 ફેબ્રુઆરી સુઘી રાજ્યમાં માવઠું રહશે અને ત્યાર પછી ઉનાળાની શરૂઆત થશે. ઉનાળા અંગે અગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે આગામી 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનો તાપમાન વધશે અને બે માસ સુધી રોગિષ્ટ ઋતુ રહશે, તેથી ધન અને સ્વાસ્થ્યની ચોક્કસ કાળજી રાખવાની સલાહ તેઓ આપી છે.
ઠંડીનું તાપમાન ગગડશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા મુજબ માવઠુના કારણે 31 જાન્યુઆરીથી લઈને 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનું તાપમાન ગગડશે. આ દરમિયાન રાજ્યમાં ઠંડી પવનો પણ ફુંકાશે, જો કે 13 કિલોમિટર પ્રતિ કલાક હોય શકે છે. જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ઠંડીનું ચમકારો ઘટી ગયો છે તાપમાનમાં ઘટાડોના કારણે લોકોને માર્ચ-એપ્રિલની ગરમીનું અનુભવ જાન્યુઆરીમાં જ થઈ રહ્યો છે. જો કે નળિયામાં અત્યારે પણ તાપમાન 6 ડિગ્રીના આજુ બાજુ નોંધવામાં આવ્યું છે.
Share your comments