હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ કેટલાક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે.
અતિભારે વરસાદ આગામી સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થઈ શકે છે. જ્યારે ભારે વરસાદ મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહ્યાં છે. જ્યાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બુધવાર 24 જુલાઈએ નવસારી, સુરત, વલસાડ, દમણ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતી કાલે અને પરમ દિવસે આ જિલ્લાઓ ભુક્કા બોલાવશે મેઘરાજાએ
ગુરૂવાર એટલે કે 25 જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે યલો એલર્ટની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપીમાં પણ વરસાદની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યમાં શુક્રવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, છોડાઉદેપુર અને અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
Share your comments