હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં પ્રી-મોન્સુનની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના લોકોએ કાળઝાળ ગરમી અને હીટ વેવેના ઝપાટાથી રાહત મેળવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 જૂનથી લઈને 10 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, જો કે કેટલાક વિસ્તારોમાં થઈ પણ રહી છે. એજ સંદર્ભમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. જણાવી દઈએ કે ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે અને રાજ્યમાં થઈ રહેલી વરસાદ આ અઠવાડિયાના અંત સુધીમાં પ્રી-મોન્સુનથી ચોમાસાની વરસાદમાં ફેરવાઈ જશે.
નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ વળી રહ્યું છે આગળ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજે જાહેર કરવામાં આવી આગાહી મુજબ રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વળી રહ્યું છે. ચોમાસું આજે મુંબઈ પહોંચી ગયું છે અને દક્ષિણ માર્ગ પર ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેને લઈને વાત કરતા તેમણે જણાવ્યું કે 11 થી 13 જૂનના વચ્ચે ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવી જશે અને ગાજવીજ સાથે વરસાદ થશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ થશે, જ્યારે મઘ્ય ગુજરાતમાં વાદળ છવાયેલો વાતાવરણ રહેશે અને ત્યાં મઘ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આઈએમડીએ પણ રાજ્યમાં 13 તારીખ સુધીમાં વરસાદ થવાની આગાહી કરી છે.
અરબ સાગરમાં લો પ્રેશર બનશે
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવારી 21 જૂન સુધીમાં અરબ સાગરામાં લો પ્રેશન બનશે, તેના સાથે જ એજ દિવસે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. તેના સાથે જ ભારતના વિભિન્ન ભાગોમાં પણ લો પ્રેશર બનશે. આ લો પ્રેશરના કારણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં જે વહન આવશે તે એકબીજા સાથે ભટકાઇ પડશે. જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે 21 જૂન પછી ચોમાસું વધારે ભેજવાળું બનશે.
ઉત્તર ભારતમાં અત્યારે પણ હીટ વેવની સ્થિતિ
ઉત્તર ભારતમાં અત્યારે પણ હીટ વેવની સ્થિતિ યથાવત છે અને લોકોને અંગ દઝાડતી ગરમીનું અનુભવ થઈ રહ્યું છે. આઈએમડી મુજબ આખા જૂન ઉત્તર ભારતીયોને હીટ વેવની ગરમીમાં જ રહેવું પડશે. પરંતુ આ વચ્ચે ઉત્તર પૂર્વમાં તાપમાનમાં 18 જૂન પછી ઘટાડો જોવા મળશે. બીજી બાજુ ઉત્તર ભારતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આજથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. IMDએ તેની આગાહીમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં ફરી ગરમીની લહેર શરૂ થવાની સંભાવના છે. દિલ્હીના હવામાનને લઈને જારી કરવામાં આવેલી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે દિલ્હીના તાપમાનમાં અચાનક વધારો જોવા મળી શકે છે અને અહીં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે.
Share your comments