જ્યારથી ફેબ્રુઆરીની શરૂઆત થઈ છે ત્યારથી જ ગુજરાતમાં હવામાનનો મિજાજ હાલ બદલાયેલો લાગે છે. થોડા દિવસથી સવારે અને રાતે ઠંડી અને બપોરે તડકાના કારણે ગરમી જોવા મળી રહી છે. તેના વચ્ચે હવામાન વિભાગે હવે માવઠાનું અનુમાન કર્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસર્બના પસાર થવાના કારણે પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે આજે અને કાલે એટલે કે 5 અને 6 ફેબ્રુઆરી ગુજારતમાં છુટાછવાયા સામાન્ય ઝાપટાં પડી શકે છે.
રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
મંગળવારે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્ય મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની સંભાવના છે, જેમા ઉત્તર ગુજરાત જિલ્લાઓ અને કચ્છના કેટલાક વિસ્તારોનું સમાવેશ થાય છે. જો કમોસમી વરસાદ થાય છે તો ખેડૂતોના પાકને મોટા પાચે નુકસાન થવાની ભીતી પણ જોવા મળી રહી છે. બીજી બાજુ અમદવાદમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી વધ્યું છે. જેના કારણે જિલ્લામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે,
રાજ્યમાં વધ્યું ન્યૂનતમ તાપમાન
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ન્યુનતમ તાપમાન વધીને 20 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેમા અમદાવાદ, અમરેલી, પોરબંદર, નવસારી, સાબરકાંઠા, વડોદરા, વલસાડનું સમાવેશ થાય છે. તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર,નર્મદા, મોરબી, ખેડા, કચ્છમાં ન્યુનતમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જો આપણે પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો ત્યાંનું તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવના છે. તેના સાથે જ મહીસાગર, પંચમહલ અને દાહોદમાં પણ તાપમાન 16 ડિગ્રી રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા
જો આપણે મહત્તમ તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ તેનું 32 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. જે જિલ્લાઓમાં તાપમાન 32 ડિગ્રી સુધી પહોચશે તેમાં અમરેલી, ભરૂચ,બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરત, વલસાડ, અમદાવાદ મોરબી અને પંચમહલ જિલ્લાઓનું સમાવેશ થાય છે.
Share your comments