Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Weather: અંબાલાલ પટેલની આગાહી મુજબ આવનારા દિવસોમાં કૃષિ પાક માટે ખાબકશે અમૃત

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે ભુક્કો બોલાવી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા 3 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આ આગાહી પછી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે ભુક્કો બોલાવી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા 3 દિવસ પહેલા જાહેર કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગની આ આગાહી પછી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહી છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવી આગાહી ગુજરાતિઓ માટે રાહતની ખબર લઈને આવી છે.

ગુજરાત માટે આઈએમડીની આગાહી

આઈએમડી દ્વારા જણાવ્યા મુજબ હાલ ગુજરાતમાં માનસૂન જવાની તૈયારી કરી રહ્યો છે. તેથી કરીને રાજ્ય માટે અત્યારે વરસાદની આગાહી નથી. પરંતુ મોટાભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા છે. બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 7 દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા ઓછી છે .આ 7 દિવસોમાં જ્યાં ગુજરાત રીજનના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી છુટાછવાયા વરસાદ ખાબકી શકે છે.

વરસાદનું પાણી પાક માટે સારૂ

અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા મુજબ 13 સપ્ટેમ્બરથી ઉતરા ફાલગુની નક્ષત્ર બેસી રહ્યો છે, તેથી કરીને જ્યાર સુધી તેઓ નક્ષત્ર રહેશે ત્યાર સુધી જેટલી પણ વરસાદ ખાબકશે તેનો પાણી કૃષિ પાક માટે અમૃતની જેમ હશે. આ વરસાદી માહોલ પાકના ઉત્પાદનમાં વધારો કરશે અને તેથી ખેડૂતોની આવક પણ વધશે. વધુમાં વાત કરીએ તો 13 સપ્ટેમ્બર પછી જેઓ વરસાદ ખાબકશે તેઓ ખેડૂતો માટે પૈસાના ઢગલા લઈને આવશે. પરંતુ જ્યાં એક બાજુ આંબાલાલ પટેલ આ વરસાદને ખેડૂતો માટે વરદાન ગણાવી રહ્યા છે તો બીજી બાજુ આઈએમડીના ગુજરાત પ્રમુખ તેના પાણીને ઝેર પણ ગણાવી રહ્યા છે. હવે બંનેમાંથી કોણી વાત સાચી પડે છે, તે તો સમય જ નક્કી કરશે.

ભૂસ્ખલનના કારણે કેદારનાથ યાત્રા રોકાઈ

ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ગુજરાત સહિત સમગ્ર ભારતના હવામાનની પણ આગાહી કરે છે. આઈએમડી દ્વારા જણાવ્યાં મુજબ જ્યાં ગુજરાતમાં ધીમેધારે વરસાદ જોવા મળશે, ત્યારે દેશના 14 રાજ્યોમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે. મળી રહેલી માહિતી મુજબ ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે સતત ભૂસ્ખલન થઈ રહ્યો છે, જેના કારણે કેદરાનાથ યાત્રાને અત્યાર સુધી માટે રોકી દેવામાં આવ્યો છે. તેના સાથે હિમાચલ પ્રદેશ અને દિલ્લીમાં પણ આઈએમડી દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો:શું તમારે ચમત્કાર જોવું છે, તો સવારે દરરોજ 90 દિવસ સુધી વહેલા જાગવાનું કરો પ્રયાસ

Share your comments

Subscribe Magazine

More on weather

More