ગુજરાતના હવામાનને લઈને હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં આવનારા સાત દિવસ સુધી કેવો હવામાન રહેશે તેની માહિતી આપી છે તેમણે પોતાના સંબોઘનમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે પંચમહલ, દાહોદ,મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ સમેત અમદવાદ અને પાટનગર ગાંધીનગરમાં ગાજવીજ સાશે મઘ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વલસાડમાં ભારે વરસાદની શક્યતા
પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે 22 જૂનના રોજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.જ્યારે 23 જૂને દાહોદ,પંચમહલ, મહિસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.
24 તારીખે એટલે કે છઠ્ઠા દિવસ માટે અરવલી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવ બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાતમા દિવસ એટલેકે 25 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવ બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદ તો ઉત્તર ભારતમાં હીટવેવની પાચમાલી
એક બાજુ ગુજરાત અને દક્ષિણ ભારતમાં ચોમાસાની એન્ટ્રી સાથે હવામાન ફેરવાઈ ગયું છે અને ત્યાં વરસાદના કારણે લોકોએ કાળઝાળ ગરમીતી રાહત મેળવી છે.પરંતુ બીજી બાજુ ઉત્તર ભારતમાં ગરમી અને હીટવેવના કારણે 500 થી વધુ લોકોએ પોતાનું જીવ ગુમાવી દીધું છે. દેશની પાટનગર દિલ્લીમાં બુધવારે 25 લોકએ એક જ દિવસમાં હીટ વેવના કારણે પોતાનું જીવ ગુમાવ્યો છે. એજ નહી સઊદી અરબમાં હજ કરવા ગયેલા મુસ્લિમ ક્ષદ્ધાલુઓનું પણ હીટ વેવના કારણો મોટી સંખ્યામાં મોત થવાનું સમચાર સામે આવી રહ્યું છે. હજ કરવા ગેયલ 600 લોકોનું સઊદીમાં હીટ વેવના કારણે મોત નિપજ્યું છે, જેમાંથી 70 ભારતીયો છે.
Share your comments