ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી શરૂ થનાર શિયાળા અત્યાર સુધી બારણુ નથી ખખડાવ્યું છે, જેથી કરીને આ વર્ષે શિયાળાની રાહ લાંબી દેખાઈ રહી છે. પરંતુ તમિલનાડુમાં વરસાદના કારણે અને ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. જ્યાં રાજસ્થાનમાં 15 તારીકે શિયળા શરૂ થવાની શક્યતા છે તો ગુજરાતમાં 19 નવેમ્બરથી ઠંડી પડવાની શક્યતા છે. એટલુ જ નહીં ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ઠંડીને લઈને શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં તાપમાનના નવા આંકડા મુજબ ધીમે ધીમે ઠંડી વધી રહી છે કેમ કે ગુજરાતમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની નીચે સરક્યો છે. રાજ્યના 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીના આસપાસ નોંધાયો છે,જ્યારે ગાંધગીનગરમાં 19.5 ડિગ્રી નોંધાયું છે. બીજી બાજુ શિયાળામાં રાજ્યના સૌથી ઠંડુ શહેર તરીકે ગણાતા નલિયામાં 19.8 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. જ્યારે સૌથી ઉંચું તાપમાન ઓખામાં 26.4 ડિગ્રી નોંધાયું છે.
ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરવામાં આવી છે તેમના મુજબ 10 નવેમ્બરથી લઈને 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે. તેમજ 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 19 થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો:શિયાળામાં જોઈએ છે મોટી કમાણી તો કરો આ પાંચ શાકભાજીની ખેતી....
Share your comments