એપ્રિલના મહીનાની શરૂઆત થઈ ગઈ છે. જેના સાથે જ કાળઝાળ ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ એટલે એમડીઆઈએ દેશભરમાં આજે મોસમનું હાલ કેવો રહેશે તેની ભવિષ્યાણી કરતા જણાવ્યું આગામી પાંચ દિવસ સુધી દેશના પશ્ચિમી અને પૂર્વી રાજ્યોમાં હીટ વેવ ચાલશે. જેથી લોકોને ગરમીનો અનુભવ વધુ થશે. આઈએમડી મુજબ પશ્ચિમમાં ગુજરાત, રાજસ્થાન અને પૂર્વમાં ઓડીશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની ચેતાવણી આપવામાં આવી છે. બીજી બાજુ દેશના પાટનગર દિલ્લીમાં વરસાદની શક્યતા છે.
દેશની મોસમી પ્રવૃત્તિઓ
હવામાન વિભાગની આગાહી મુજબ એજન્સી સ્કાયમેટ અનુસાર, પશ્ચિમી વિક્ષેપને મધ્ય અને ઉપલા ઉષ્ણકટિબંધીય પશ્ચિમી પવનોમાં એક ચાટ તરીકે જોઈ શકાય છે, તેની ધરી સમુદ્ર સપાટીથી 5.8 કિમી અને 30°N અક્ષાંશની ઉત્તરે લગભગ 64°E રેખાંશ સાથે ઉત્તરની તરફ ચાલી રહી છે. બાંગ્લાદેશમાં અને તેની આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા છે.
ગુજરાતનું હવામાન
જો આપણે ગુજરાતના હવામાનની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતિઓને અંગ દઝાડતી ગરમી માટે તૈયાર રહેવું જોઈએ. આખા એપ્રિલમાં ગરમીનું રોદ્ર રૂપ ગુજરાતિઓને જોવા મળશે. જેની શરૂઆત માર્ચથી જ થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં યલો પછી ગરમીનું રેડ એલર્ટ જાહેર થવાની શક્યતા છે. કેમ કે રાજ્યમાં તાપમાન 45 ડ્રિગ્રીને વટાવી શકે છે.
અત્યારે અમરેલી, ભરુચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન તથા. અરવલ્લી, ગાંધીનગર, મોરબી, સાબરકાંઠા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ નોંધાયું છે. તેમ જ જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જો આપણે આમદાવાદની અને રાજકોટની વાત કરીએ તો ત્યાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંઘવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Heat Wave: આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, યલો એલર્ટની ચેતાવણી
દિલ્હીની આબોહવા
દિલ્હીમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. હવામાન વિભાગ (IMD) અનુસાર રાજધાનીમાં 4 અને 5 એપ્રિલે હળવો વરસાદ પડી શકે છે. IMD અનુસાર, આ સપ્તાહ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 33 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 18 થી 21 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.
દેશમાં હવામાનની સ્થિતિ
આઈએમડી મુજબ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની ગતિવિધિઓ આગામી 3 થી 4 દિવસ સુધી ચાલુ રહી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 4 થી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેરળ અને દક્ષિણ તમિલનાડુના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. આ સિવાય ઉત્તરીય આંતરિક કર્ણાટક, ઓડિશા અને ગંગા પશ્ચિમ બંગાળના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ શક્ય છે.
Share your comments