ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે લોકોના અંગ દાઝી રહ્યા છે. આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલ આગામી આગાહી મુજબ ગુજરાતમાં આ વર્ષે ઉનાળા પોતાના વિતેલા રેકોર્ડ તોડી પાડ્યો છે. રાજ્યમાં તાપમાન 44 ડિગ્રીને વટાવી ગયું છે. જો કે અત્યાર સુધીનું સૌથી વધું તાપમાન છે. આઈએમડીના જણવ્યા મુજબ ગુજરાતના અમરેલીમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચી ગયું છે. વલસાડ, સુરેન્દ્રનગર, મહુવામાં ઉનાળાનું તાપમાન 43 ડિગ્રીને વટાવી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતિઓને કાળઝાળ ઉનાળાથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. પરંતુ હવામાન વિભાગે તે પણ કહ્યું છે કે સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળ છવાયેલા વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલીમાં ઉનાળાનું તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં 43.8 ડિગ્રી, વડોદરામાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, મહુવામાં 43.3 ડિગ્રી, કેશોદમાં 42.6 ડિગ્રી, અમદાવાદમાં 42.2 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 42.2 ડિગ્રી, વી.વી. શહેરમાં 41.5 ડિગ્રી, સુરતમાં 42.1 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી, ભાવનગરમાં 41.6 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
જૂનથી શરૂ થશે વર્ષા ઋતુ
આ સંદર્ભમાં હવામાન વિભાગનું કહેવું છે કે ઉનાળાની ઋતુ પૂરી થતાના સાથે લા નીના અસર જોવા મળશે અને જૂન મહીનની શરૂઆતના સાથે જ રાજ્ય અને દેશભરમાં વર્ષા ઋતુની શરૂઆત થઈ જશે. તો ચાલો પછી જાણી લઈને કે લા નીનો શું છે અને ભારત પર તેની અસરના કારણે આ વર્ષે ચોમાસો કેવું રહેવાની શક્યતા છે. તેના માટે અમારે છેલ્લા વર્ષના ચોમાસા ઉપર ધ્યાન દોરવું પડશે.
છેલ્લા વર્ષે એટલે કે 2023 માં જૂન મહીના ખૂબ ગરમ અને શુષ્ક હતું, જો કે અલ નીનોના કારણે શુષ્ક રહ્યું હતું, પરંતુ આ વર્ષે જૂનમાં અલ નીનોના અસર સમાપ્ત થઈ જશે અને લા નીનોના અસર શરૂ થઈ જશે, જેના કારણે જૂનની શરૂઆતમાં જ વાદળ છવાયો વાતાવરણ જોવા મળશે અને દેશના કેટલાક વિસ્તારોમાં ત્યારે વરસાદ પણ થઈ શકે છે. આ બઘુ જ અલ નીનોની અસર હળવા અને લા નીનાની અસર વિકસિત થવાના કારણે થશે.
શુ છે અલ નીનો અને લા નીનો
જો સરળ ભાષામાં સમજીએ તો આ અસરને કારણે તાપમાન ખૂબ જ ગરમ થઈ જાય છે. આને કારણે પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં હાજર ગરમ સપાટીનું પાણી વિષુવવૃત્ત સાથે પૂર્વ તરફ જવાનું શરૂ કરે છે, જે ભારતના હવામાનને અસર કરે છે. આવી સ્થિતિમાં દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ભયંકર ગરમીનો સામનો કરવો પડે છે અને દુષ્કાળની સ્થિતિ સર્જાવા લાગે છે. ભારત આ ક્ષેત્રમાં છે, તેથી અલ નીનોની અસરને કારણે અહીં ગરમી વધે છે. પરંતુ જૂનમાં તેની અસર ખત્મ થવાના કારણે દેશમાં ચોમાસાની વરસાદ થઈ જશે અને કેટલાક રાજ્યોમાં વરસદાન પડવા લાગશે.
ખેડૂતો પર શું અસર થશે
અલ નીનો અને લા નીનોના કારણે હવામાન ફેરફારના ખેડૂતો પર મોટી અસર થઈ શકે છે. ગયા વર્ષની સરખામણિએ દેશમાં અનિયમિત અને વિલંબિત વરસાદના નથી થવાની સંભાવના છે જેથી ખેડૂતોને મોટા પાચે નુકસાન વેઠવાનું વારો નહીં આવે એવી માહિતી મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રમાં ચોખા, કઠોળ અને શેરડીના પાક પર ખોટું પ્રભાર પડવાની શક્યતા ઓછી છે. જૂનની શરૂઆતમાં વરસાદન થવાના કારણે ખેડૂતોને પિચત માટે પુરતુ પાણી મળશે, જેના કારણે પાકના ઉત્પાદાનમાં ઘટાડા થવાની સંભાવના ઓછી થઈ જશે.
લા નીનોના કારણે આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા શરૂ રહેવાની શક્યતા છે, જો કે ખેડૂતો માટે એક સારો એવો સમાચાર છે. 2024 માં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી વધુ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના અધિકારિઓના જણાવ્યા મુજબ આ વર્ષે વસંત ઋતુ ખૂબ જ ઓછા સમય માટે ચાલશે.તેનાથી ચોમાસુ લંબાશે અને વધુ વરસાદ પડશે. જો કે અલ નીનો ના જૂનમાં ખત્મ થવાના અને લા નીનો શરૂ થવાના કારણે થશે.
સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે
આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની શક્યતા છે. એશિયા પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન ક્લાઈમેટ સેન્ટરે આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ચોમાસું કેવું રહેશે તેના વિશે જણાવ્યું છે કે, પૂર્વ આફ્રિકાથી લઈને અરબી સમુદ્ર, ભારત, બંગાળની ખાડી અને ઈન્ડોનેશિયાથી લઈને કેરેબિયન સમુદ્ર વિસ્તાર માટે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે.
Share your comments