ગુજરાતમાં ફરી આકરા તાપ વચ્ચે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઇ છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હજુ પણ ખેડૂત માથે માવઠાંનું સંકટ યથાવત જોવા મળશે. આગામી 24 કલાકમાં વરસાદની સ્થિતિ નિર્માણ થવાનો વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે. માત્ર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી,તપી, વલસાડ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
આ પણ વાંચો: 'પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના' શું છે? તમારું બેંક ખાતું ખાલી થાય તે પહેલાં વાંચી લેજો આ સમાચાર
રાજ્યમાં એપ્રિલ અને મે મહિનમાં કાળઝાળ ગરમી રહેતી હોય છે, પરંતુ આ વર્ષે અસામાન્ય સંજોગોના લીધે મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું છે. ઉનાળાની શરુઆતથી વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર માવઠું થયું છે. જેના કારણે તાપમાનમાં ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોચ્યું છે. જોકે, બે દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે અને અમદાવાદ શહેરનું તાપમાન 41થી 42 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ 23 અને 24 એપ્રિલના ગરમી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગરમીને લઈ સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે. લોકો લૂ નો ભોગ ન બને અને ગરમીમાંથી રાહત રહે તે માટે ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. રાજ્ય સરકાર દ્વારા તંત્રને આદેશ કરવામાં આવ્યો છે કે મકાન અને બંધકામની કામગીરી સાથે સંકળાયેલ શ્રમિકોને ઉનાળાની સિઝનમાં હિટ સ્ટ્રોક સામે રક્ષા મળી રહે, તે માટે બપોરના 1થી 4 વાગ્યા સુધીમાં ખાસ કિસ્સામાં વિશ્રામનો સમયગાળો ફાળવવા સૂચના આપવામાં આવી છે.
Share your comments