ગુજરાતમાં ભારે વરસાદ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ્સ મુજબ 29 જુલાઈ એટલે કે આજે રાજ્યમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 30 અને 31 જુલાઈ માટે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરયો છે. બીજી બાજુ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને જોતા બંને વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવનારા કેટલાક દિવસો સુધી સમગ્ર રાજ્યમાં વ્યપાક વરસાદ થઈ શકે છે. 1 ઓગોસ્ટ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતની જેમ ભીંજાશે સમગ્ર ભારત
ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ સમગ્ર ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેનું અર્થ એવું થયું કે હવે સમગ્ર ભારત ગુજરાતની જેમ ભીંજાશે. આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. જ્યારે ભારતના પૂર્વી ભાગમાં 30 જુલાઈએ કેટલાક સ્થળો પર ભારે વરસાદ થઈ શકે છે. આ સમય દરમિયાન, ઝારખંડમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે લાંબા સમયથી સારા વરસાદની રહા જોઈ રહ્યું છે. 30 અને 31 જુલાઈએ અહીં ભારે વરસાદની સંભાવના છે.
આઈએમડી કરી ભારે વરસાદની આગાહી
મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હાલ થોડી રાહત છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં 1 ઓગસ્ટ સુધી શહેરમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. જો આપણે આજના હવામાનની આગાહી પર નજર કરીએ તો IMD અનુસાર, 29 જુલાઈએ ઓડિશા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે છે. સ્કાયમેટ વેધર અનુસાર કેરળ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં એક કે બે વાર ભારે વરસાદની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં કેટલી વરસાદ ખાબકી
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં થયેલા વરસાદની વાત કરીએ તો, સ્કાયમેટ વેધર અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન વિદર્ભ, મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, ઉત્તર તેલંગાણા, સિક્કિમમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. જમ્મુ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક-બે ભારે વરસાદ થયો છે. પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, કોંકણ અને ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના ભાગો, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને આંદામાન ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ થયો છે.
Share your comments