હાલમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહી છે. મેઘમેહર હવે ગુજરાતિઓ માટે કહેરમાં પલટાઈ ગયું છે, એમ દેખાઈ રહ્યું છે. રાજ્યમાં આઠ લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ ગઈ છે,જેના કારણે કેટલાક ગામો સાથે સંપર્ક પણ ટૂટી જવાની માહિતી મળી રહી છે. એનડીઆરએફની ટીમે 800 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યો છે. અધિકારિયો પાસેથી મળી રહેલી માહિતી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ જોવા મળી રહી છે. વડોદરા, આણંદ અને ભરૂચમાં ભારે વરસાદના કારણે લોકોએ મુશ્કેલીનું મુકાયો છે. તેમજ શાળામાં રજા જાહેર કરી દેવાનું નિર્ણય પણ લેવામાં આવ્યું છે.
આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત મુજબ આગામી ચાર દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુરૂવારે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહિં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે અરવલ્લી, ખેડા, અને અમદવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અતિ ભારે વરસાદની આગાહી
શુક્રવારના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે.
શનિવાર અને રવિવાર માટે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે અમરેલી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે.
Share your comments