હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી ખેડૂતોએ મુંઝાવણમાં મુકાઈ શકે છે. રાજ્યમાં વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે આગામી 5 દિવસ સુધી યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના 22 જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદ થવાની સંભાવના છે.જેથી રવિ પાક પર રોગ અને જીવાત હુમલો કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બુલેટીન મુજબ હાલ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.
કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા
હવામાન વિભાગની આગાદી વચ્ચે કચ્છમાં સવારથી જ વરસાદી ઝાપડા જોવા મળી રહ્યં છે.જિલ્લાની અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો આ ઝાપટા જોવા મળી રહ્યું છે. જેથી પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી બાજુ સાબરકાંઠા, અરવલ્લી, જામનગર અને દ્વારકામાં પણ માવઠાની આગાહી છે.
ગુજરાતના 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસોમાં રાજ્યના 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે તેજ પવન ફુંકાઈ શકે છે. જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ માવઠું થઈ શકે છે. જ્યારે ભાવનગરમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ જોવા મળી રહી છે.
આખું માર્ચ ભીંજાશે
આઈએમડી મુજબ આખું માર્ચ ભીંજાશે.માર્ચમાં દેશમાં મધ્યમથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.એટલે કે આ મહિને મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ-પૂર્વીય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. આ વિસ્તારોમાં હવામાન વધુ ભેજવાળું રહેવાની ધારણા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ગરમીના દિવસો વધવાની આશંકા છે
ઉનાળો બનશે ઉગ્ર
હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણામાં તીવ્ર ગરમીની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આ રાજ્યોમાં હીટવેવના દિવસોની સંખ્યા પણ વધી શકે છે. આનો અર્થ એ છે કે મનુષ્યથી લઈને પ્રાણીઓ સુધી દરેકને કેટલાક દિવસો સુધી ગરમીનો સામનો કરવો પડશે.
Share your comments