Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

આઈએમડીની ચેતવણી: ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે, ખલાસિયોને દરિયો ન ખેડવાની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જણાવી દઈએ કે હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ ગુજરાતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જણાવી દઈએ કે હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહી છે. આઈએમડીએ રાજ્યમાં ખલાસિઓને દરિયો ન ખેડવા માટેની પણ ચેતવણી આપી છે. નોંઘનીય છે કે આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસી રહ્યા છે. આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવેલ માહિતી મુજબ રાજ્યના લગભગ 9 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, સુરત, નવસારી અને પોરબંદરનું સમાવેશ થાય છે.

11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

ભારતીય હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવલે ગુજરાતના હવામાનને લગતા મેપ મુજબ 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ નોંઘવામાં આવ્યું છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં જામનગર, મોરબી,સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, કચ્છ, નર્મદા, છોટાઉદેપુર, તાપીઅને વડોદરાનું સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં ગાજવીજ થવાની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહલ અને દાહોદમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આવતી કાલનું હવામાન

21મી તારીખે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, રોજકોટ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાતના જિલ્લાઓમાં વરસાદની કોઇ ચેતવણી નથી.

Share your comments

Subscribe Magazine

More on weather

More