ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું ચમકારો વધી રહ્યો છે. નલિયામાં તાપમાન સામાન્યથી 5 ડિગ્રી ઓછા નોંધવામાં આવ્યું છે. શિયાળામાં રાજ્યના સૌથી ઠંડુ શહેર તરીકે જાણીતા નલિયામાં તાપમાન 14.1 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. વહેલી સવારે અને રાતે લોકોને ઠંડીનું અનભુવ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ અંદમાન અને નિકોબાર ટાપુમાં ચક્રવાત સર્જાવાની શક્યતાથી રાજ્યમાં ઠંડીનું ચમકારો વધી શકે છે. જો કે અમદાવાદમાં આવેલ રાજ્ય હવામાનની આગાહીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આગામી 5 થી 6 દિવસ સુઘી રાજ્યના તાપમાનમાં કોઈ પણ ફેરફાર થવાની શક્યતા નહિવત છે.
ઠંડીનું જોર વધ્યું
જો આપણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નોંધવામાં આવેલ તાપમાનની વાત કરીએ તો હાલ રાજ્યમા 2 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યું છે. જ્યાં નલિયા 14.2 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ઠંડુ શહેર તરીકે ઉભરી આવ્યા છે. તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી ભાવનગરમાં 19 ડિગ્રી, સુરતમાં 21 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવામાં આવ્યું છે.
ચક્રવાતી તોફાનની સંભાવના
IMDના રિપોર્ટ અનુસાર, લો પ્રેશર ધીમે ધીમે મજબૂત થશે અને પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે, ત્યારબાદ તે વધુ મજબૂત બનશે અને પછી ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લેશે. IMD એ સંકેત આપ્યો છે કે આ સિસ્ટમ આખરે 26 અને 27 નવેમ્બરે ઉત્તરી શ્રીલંકામાં ટકરાશે. જો કે, આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે સિઝનના આ તબક્કે આ ચક્રવાત વિશે અંતિમ આગાહી કરવી અને તેના ટ્રેક અને તીવ્રતાનો અંદાજ લગાવવો શક્ય નથી.
વાવાઝોડુંનું થયુ નામકરણ સંસ્કાર
નવી સિસ્ટમ અને આગામી દિવસોમાં તેની હિલચાલ પર નિર્ભર કરે છે કે આવનારા સમયમાં શું થવાનું છે. તોફાન આવશે કે નહીં તે આ હવામાન પ્રણાલીની ગતિ જોઈને સમજી શકાય છે.જોકે જો આ સિસ્ટમ વાવાઝોડું બને છે તો આ સીઝનનું બીજું ચક્રવાક હશે. સાઉદી અરેબિયાના સૂચન આપ્યું છે કે, આગામી વાવાઝોડાનું નામ 'ફેનગલ' રાખવામાં આવશે અને તેણે 'ફીનજલ' ઉચ્ચારણ કરવામાં આવશે. સંયોગથી, નવેમ્બરમાં બંગાળની ખાડી પર બનેલા આ તોફાનો સામાન્ય રીતે ઉત્તર આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે છે. બાંગ્લાદેશ પણ આ વાવાઝોડાની રેન્જમાં આવે છે.
Share your comments