ગુજરાતમાં સતત પાંચમા દિવસે આકરી ગરમી યથાવત છે. રાજ્યના 11 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને વટાવી ગયું છે. આગામી ત્રણ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. રાત્રિના સમયે પણ તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. ગુજરાતીઓને કોરી ખાતી આકરી ગરમી સાથે આગામી પાંચ દિવસ સુધી રહેવું પડશે.રાજ્યમાં પાંચ દિવસ સુધી પારો 47ને પાર કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી તીવ્ર ગરમીની આગાહી કરી છે.ભારતીય હવામાનની આગાહી મુજબ દિવસ દરમિયાન જ નહીં પરંતુ રાત્રે પણ ભારે ગરમીનો સામનો કરવો પડશે. રાત્રિના સમયે પણ તાપમાન 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમ જ ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી હીટ વેવ ચાલુ રહેવાની ધારણા છે.
હીટ સ્ટ્રોકના કારણે 7 લોકોએ જીવ ગુમાવ્યા
ગુજરાતમાં ગરમીના કારણે ઈમરજન્સી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં હીટ સ્ટ્રોકના કારણે 7થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારથી ઉનાળાનું તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું છે, ત્યારથી હીટ વેવના કોલમાં સતત વધારો થઈ રહ્યો છે. 16મી મેના રોજ 83 કોલ, 17મી મેના રોજ 85, 18મી મેના રોજ 97 અને 19મી મેના રોજ 106 કોલ આવ્યા હતા આરોગ્ય વિભાગે તમામ શહેરો અને જિલ્લાઓને ઈમરજન્સી માટે તૈયાર રહેવા અને હીટ વેવનો સામનો કરવા માટે અલગ વોર્ડ બનાવવાની સૂચના આપી છે. હીટ સ્ટ્રોકના વધતા જતા કેસોને જોતા લોકોને સતત પાણી પીવા અને ગરમીથી બચવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલેર્ટ
મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છ સુધી હીટ વેવની ધારણા છે. રાજ્યના અનેક શહેરોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમે માત્ર દિવસ દરમિયાન જ નહીં પણ રાત્રે પણ ભયંકર ગરમી અનુભવશો. ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં પણ આકરી ગરમી પડશે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનોને કારણે ગરમી વધી હોવાનું હવામાન વિભાગનું તારણ છે.
ક્યાં કેટલોક તાપમાન રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેશે. ગાંધીનગરમાં અત્યાર સુધીની સૌથી આકરી ગરમી પડી છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગર, પોરબંદર, અમદાવાદ રાત્રે પણ આકરી ગરમીનો અનુભવ થશે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. જેમાં પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પારો 44.5 ડિગ્રી નોંધાયો છે. વડોદરા અને ભાવનગરમાં 44.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી, ડીસામાં 43.2 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉનાળાથી આખું ભારત બેહાલ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હીમાં આગામી સાત દિવસ સુધી હીટ વેવની ચેતવણી જારી કરી છે. મહત્તમ તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. સોમવારે દિલ્હી અને તેની આસપાસનું મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે દેશમાં સૌથી વધુ છે. IMD એ પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે ગંભીર હીટવેવ રેડ એલર્ટ પણ જારી કર્યું છે. આગામી દિવસોમાં હીટવેવથી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ પ્રવર્તશે તેવું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Milk Production: દેશમાં દુધાળા પશુઓની સંખ્યા છે 30 કરોડ પરંતુ ફક્ત 40 ટકા જ આપે છે દૂધ
Share your comments