જ્યારથી એપ્રિલ મહીનાની શરૂઆત થઈ છે. ત્યારથી જ દેશના કેટલાક ભાગો જેમાં ગુજરાતનું પણ સમાવેશ થાય છે અંગ દઝાડતો સૂર્યનો તાપ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં ભારતીય હવામાન વિભાગે એપ્રિલથી જૂન દરમિયાન ગરમીનું મોજું અને ગંભીર હવામાનની આગાહી કરી છે. આવી સ્થિતિમાં, લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ભારે ગરમીની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોએ સમયાંતરે પીણું પીવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવી શકાય. તેમણે રાજ્ય સરકારોથી લોકોને ગરમીથી બચાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરવાની પણ વિનંતી કરી છે.
હીટ વેવના કારણે થઈ શકે છે મૃત્યુ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગરમીનો સામનો કરવા માટેની તૈયારીઓની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. તેમણે કહ્યું કે ઉનાળો શરૂ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ અલ નીનોની અસરને કારણે હીટ વેવનો ભય વ્યક્ત કર્યો છે. આ વર્ષે ગરમીનું મોજું અને તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા છે. IMDએ કહ્યું છે કે આ વખતે તાપમાન પાછલા વર્ષો કરતા વધુ વધી શકે છે. તેથી હીટ વેવના કારણે મૃત્યુ થવાની સંભાવનાઓમાં વધારો થઈ શકે છે.
પોતાના સાથે દરેક સમય રાખો પાણી
આ વર્ષે વધું હીટ વેવના કારણે મૃત્યુ થવાની સંભાવના વધી ગઈ છે. તેથી કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એડવાઈઝરી જાહેર કરતાં જણાવ્યુ કે લોકોને હીટ વેવના કારણે કોઈ નુકસાનના થાય. તેથી કરીને તેમને દર વખતે પોતાના સાથે પાણી રાખવું જોઈએ અને થોડી થોડી વારમાં પાણી પીવું જોઈએ. તમને સૌથી વધું ખેડૂતો અને મજૂરો અને ચૂંટણીના માટે ફર્જ બજાવી રહેલા કર્મચારિઓને વધુ પાણી કે પછી કોઈ પીણું પીવાણી સલાહ આપી હતી. તેમને ક્યું હીટ વેવના કારણે બ્રેન સ્ટ્રોક થઈ શકે છે. આથી મૃત્યું પણ થઈ શકે છે એટલે પોતાની જાતને આવતા ત્રણ મહીના સુધી હાઈડ્રેટ રાખવાનું ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો: મોંઘવારી હૈ કે માનતી નહીં, નવરાત્રી પહેલા હવે તેલ પછી રડાવશે ખાંડ
હીટ સ્ટ્રોકના કિસ્સામાં, આયુષ્માન આરોગ્ય કેન્દ્ર પર જાઓ
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે જો કોઈને હીટ સ્ટ્રોક ડીહાઈડ્રેશન થાય તો તેને તાત્કાલિક નજીકના આયુષ્માન સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જાઓ. ત્યાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય રાજ્ય સરકારોને આ કેન્દ્રોમાં વોટર કુલર, આઈસ પેક અને અન્ય મૂળભૂત જરૂરિયાતોથી સજ્જ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા હોસ્પિટલ અને સીએચસી સહિત અન્ય હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવા માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
દિલ્હી હવામાન સ્થિતિ
દિલ્હી 5 એપ્રિલે આંશિક વાદળછાયું રહેશે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. જ્યારે 6 એપ્રિલે હવામાન વિભાગે દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 17 થી 19 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.
Share your comments