તેલંગાણામાં સમેત દેશના 23 રાજ્યોમાં એપ્રિલમાં ભારે ગરમી પડશે. સવારે 9 વાગ્યાની સાથે જ આકાશમાં જોરદાર સૂર્યપ્રકાશ જોવા મળશે. જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જશે. તે જ સમયે, બપોરે 12 વાગ્યાથી, ગરમ પવનો ફૂંકાવા લાગશે. જેના કારણે લગભગ દેશના 23 રાજ્ય ગરમીની લપેટમાં આવશે. ગરમીની સ્થિતિ એવી થઈ જશે કે માણસોની સાથે પશુઓ પણ ગરમીથી ત્રસ્ત દેખાશે. અત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો પંખા, કુલર અને એસીની મદદ લઈ રહ્યા છે. સાથે જ પાલતુ પશુઓને પાણીથી નવડાવવામાં આવી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોમાં આ બધુ ફેલ થઈ જશે કેમ કે એટલી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે નાલગોંડામાં સૌથી વધુ તાપમાન 42.40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ પછી હૈદરાબાદમાં મહત્તમ તાપમાન 40.80 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. IMD અનુસાર, આગામી ત્રણ દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે.
તે જ સમયે, ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા કે વધતા તાપમાનને કારણે તેલંગાણામાં માત્ર દિવસો જ નહીં પરંતુ રાત પણ ગરમ થઈ ગઈ છે. IMDએ કહ્યું કે રાજ્યમાં શુષ્ક હવામાન રહેશે. આ ઉપરાંત, આદિલાબાદ, કુમુરભીમ આસિફાબાદ, મંચેરિયલ, નિર્મલ, નિઝામાબાદ, જગતિયાલ, રાજન્ના-સિરસિલા, કરીમનગર, પેદ્દાપલ્લી, મહબૂબનગર, નાગરકર્નૂલ જિલ્લામાં ગરમ રાત્રિની શક્યતા છે. આ ઉપરાંત, વાનપર્થી, નારાયણપેટ, જોગુલામ્બા ગડવાલ, ખમ્મમ, મુલુગુ અને ભદ્રાદ્રિકોથાગુડેમમાં ગરમીનું મોજું ચાલુ રહેશે.
ગુજરાતમાં હવામાનની સ્થિતિ
જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઉનાળાની સ્થિતિ વણાસી છે, રાજ્યમાં પણ ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી અઠવાડિયાથી તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો જોવા મળે તેવી સંભાવના છે. એપ્રિલના અંતથી 23 રાજ્યમાં હીટવેવનું એલર્ટ પણ અપા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીમાં વધારો જોવા મળશે. અત્યારે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં 37 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સુધી તાપમાન નોંધવામાં આવ્યું છે.
Share your comments