તાપમાનમાં ઘટાડા થવાના કારણે રાજ્યમાં ઠંડીનું માહોલ જામ્યો છે. કેટલા વિસ્તારોમાં તાપમાન 6 થી 8 ડિગ્રી વચ્ચે નોંઘવામાં આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યના કેટલાકા વિસ્તારો જેમાં અમદાવાદનું પણ સમાવેશ થાય છે ધુમ્મસ અને વાદળ છવાયો વાતાવરણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ એમ તો રાજ્યના હવામાનમાં આગામી 5 દિવસ સુધી કોઈ પણ ફેરફારની શક્યતા નથી પરંતુ 29 અને 30 ડિસેમ્બરે રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે, જો કે હળવાથી મધ્યમ થવાની શક્યતા છે.
વરસાદની ચેતવણી
અમદાવાદ ખાતે આવેલ રાજ્ય હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ 26 ડિસેમ્બર સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. જો કે 27 ડિસેમ્બરે 15 જિલ્લાઓમાં અને 28 ડિસેમ્બરે 13 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 27 ડિસેમ્બરે જામનગર, પોરબંદર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, દાહોદ અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. જ્યારે 28 ડિસેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, રાજકોટ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહલ, સાબરકાંઠામાં કમોસમની વરસાદની સંભાવના છે. તેના સાથે જ 29 ડિસેમ્બરે પણ બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, દાહોદ, પંચમહલ, છોટાઉદેપુર, દમણ અને દીવ, દાદર નગર હવેલી અને વલસાડમાં પણ વરસાદ થઈ શકે છે.
પાટનગર દિલ્લીમાં ઝરમર વરસાદ
પાટનગર દિલ્લીમાં સવાર સવારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં સોમવારની શરૂઆત ઝરમર વરસાદ સાથે થઈ છે. જેથી દિલ્લીમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે અને લોકોને કેટલાક દિવસો પછી સ્વચ્છ હવા વચ્ચે સ્વાસ લેવાનું મળ્યો છે. વરસાદના કારણે દિલ્લીમાં તાપમાન 2 થી 3 ડિગ્રી થઈ શકે છે, જો કે હાલ સુધીમાં 5 થી 7 ડિગ્રી વચ્ચે છે, બીજી બાજુ હિમાચલ પ્રદેશમાં આજે તીવ્ર કોલ્ડવેવેવું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં તાપમાન માઈનસ 4,6 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આ બાજુ જમ્મુ-કાશમીરમાં ઠંડીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યમાં કોલ્ડવેવનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:નથી ખોરવાય ખેડૂતોનું બજેટ, જો માઇલેજના રાજા ગણાતા આ ચાર ટ્રેક્ટરને લઈ જશે ધર
Share your comments