Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Flood in Gujarat: વરસાદના કારણે રાજ્યમાં પૂરને લઈને હાઈ એલર્ટ, રાજ્ય સરકારે આપી ચેતવણી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ્સ મુજબ રાજ્યમાં ડિપ ડિપ્રેશન જોવા મળી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
રાજ્યમાં પૂરને લઈને હાઈ એલર્ટ
રાજ્યમાં પૂરને લઈને હાઈ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ અપડેટ્સ મુજબ રાજ્યમાં ડિપ ડિપ્રેશન જોવા મળી રહી છે, જેના કારણે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે. આઈએમડી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે, જે મોટા પાયે પૂર, પાણી ભરાઈ જવા અને સંબંધિત જોખમી પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત માટે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના મધ્ય ભાગો અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉત્તરી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ હવામાન પેટર્નનું કારણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સક્રિય ડીપ પ્રેશર એરિયા છે. તેના માટે હવામાન વિભાગે એક નવો શબ્દ 'અપવાદરૂપ ભારે વરસાદ' ધડ્યો છે, જો કે રાજ્યના અનેક વિસ્તારો માટે ખતરો ઉભો કરી શકે છે.

શું છે અપવાદરૂપ ભારે વરસાદ?

અપવાદરૂપ ભારે વરસાદનું અર્થ એવું થાય છે કે જ્યારે એક દિવસમાં વરસાદ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય અથવા તેને સ્પર્શે ત્યારે તેને અપવાદરૂપ વરસાદ કહેવામાં આવે છે. એટલે કે, જ્યારે એક દિવસનો વરસાદ આખા મહિનાની મર્યાદા અથવા રેકોર્ડને ઓળંગે છે, ત્યારે તેને અસાધારણ વરસાદ અથવા અપવાદરૂપ વરસાદ કહેવામાં આવે છે. કોઈપણ વેધર સ્ટેશન પર આટલો વરસાદ અત્યંત તીવ્ર અથવા ખતરનાક હવામાનની સ્થિતિ દર્શાવે છે જો કે, સામાન્ય જીવનને જોખમમાં મૂકી શકે છે.

વિભાગે આપી સાવચેત રહેવાની સલાહ  

હવામાન વિભાગની આગાહીને જોતા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમ હાઇ એલર્ટ પર છે અને સંભવિત કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળવા પગલાં શરૂ કરી દેવામાં આવ્યો છે. લોકોને ઘરની અંદર રહેવા, બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને વાસ્તવિક સમયની માહિતી માટે સત્તાવાર ચેનલો દ્વારા અપડેટ રહેવા માટે કહેવામાં આવે છે.વધુમાં, આરોગ્ય સંભાળ, વીજળી અને પાણી પુરવઠામાં ન્યૂનતમ વિક્ષેપ સુનિશ્ચિત કરવા માટે સરકારી એજન્સીઓને પણ તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Related Topics

Weather Flood Gujarat Warning NDRF IMD

Share your comments

Subscribe Magazine

More on weather

More