હાલ માં હવામાનને લઇને એક મોટું અપડેટ અંબાલાલ પટેલ હવામાનના જાણકાર દ્વારા કરવા માં આવ્યું છે, તેમના દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે આગલા ૨૪ કલાક માં કરછ, સૌરાષ્ટ્ર વિસ્તાર માં જોરદાર માવઠું પડશે, અરબ સાગર માં સિસ્ટમ સક્રિય થવાના લીધે વરસાદી માહોલ સર્જાશે. જેમાં દક્ષિણ ગુજરાત માં વરસાદી વાતાવરણ ઉભું થશે અને માવઠા જેવી સ્થિતિની અસર જોવા મળશે.
અંબાલાલની આગાહી પ્રમાણે જો વાત કરવા માં આવે તો જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહે ઠંડીના પવનોનું પણ જોર વધી શકે છે, તેનું એક કારણ ઉતર ભાગમાં બરફ વર્ષા થી તેના પવનોની દિશા પણ બદલાઈ શકે છે, માટે તેના થી ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે,
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે ૬ જાન્યુઆરી થી હવામાનમાં પલટો આવી શકે છે. જે તે સમયે અરબ સાગર- અને પશ્ચિમ બંગાળમાં સક્રિય સીસ્ટમની અસર દેખાશે. જેના થી આજુ -બાજુના રાજ્યો પણ પ્રભાવિત થશે. થોડા સમય બાદ ઉતરાયણનો તહેવાર આવશે તેથી પતંગના રશિયા ઓને પણ ચિતા થઇ રહી છે કે તે દિવસે હવામન કેવું રહેશે ? તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તે દીવસનું હવામાન વાદળછાયું રહેશે.
IMD હવામાન વિભાગ દ્વારા આવી કોઈ માહિતી નથી આપવા માં આવી
આ પણ વાંચો : Weather Gujarat : જાણો કેવું રહેશે આગલા 24કલાકનું હવામાન
Share your comments