હાલમાં ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટુ નુકસાન વેઠવું પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે હવે ઉભા પાકનો સોથ વળી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઇડરના એમએલએ અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ રાજ્યના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલને પત્ર લખીને કરી રજુઆત છે કે કરા સાથે વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે નુકસાન વેઠવું પડ્યું છે. તેના માટે તેમને વળતક ચુકાવવામાં આવે.
વીડિયો થઈ રહ્યો છે ખૂબ જ વાયરલ
જણાવી દઈએ હાલના દિવસોમાં ઉત્તર ગુજરાતમાં કરાના સાથે જે કમોસમી વરસાદ વરસી હતી. તેનો વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.જેના તમે કૃષિ જાગરણ ગુજરાતીના યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. જેમા તમને સાબરકાંઠાના ઇડર અને વડાલીમાં કરા સાથે થતા વરસાદનું દ્રશ્ય જોવા મળશે. જે વીડિયો જોઈને જ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ સમજી શકાય એવી હતી. અનેક ખેતરોમાં પાકનો સોથ વળી ગયાનુ નજર આવી રહ્યુ હતુ.
ધારાસભ્યની રજુઆત
ઈડર અને વડાલી વિસ્તારના ખેડૂતોને નુક્સાનને લઈ કિસાન સંઘ દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરાને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈ રમણલાલ વોરાએ આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેંદ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરી છે. તેમને પત્ર થકી રજૂઆત કરતા કહ્યું કે વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાચે નુકસાન વેઠવું પડ્યો છે. તેથી મારી સરકારથી વિનંતી છે ખેડૂતોને તેમના નુકસાનનું વળતર આપવામાં આવે. તેમણે લખ્યો સ્થાનિક ખેડૂતોને થયેલા નુક્સાનને લઈ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચો અને કિસાન સંઘ દ્વારા આ અંગેની રજૂઆત થઈ રહી છે. આમ તેઓની રજૂઆત સાથે ધારાસભ્ય રમણલાલ વોરાએ પણ ખેતી પાકમાં નુક્સાનને લઈ વળતર આપવા અંગે રજૂઆત કરી છે.
વડાલી અને ઇડરમાં કમોસમી વરસાદ
શનિવારે વાતાવરણમાં પલટા સાથે ધોધમાર કમોસમી વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો હતો. ચામુ, ફલાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ પવન ફૂંકાવા સાથે વરસ્યો હતો. જેને લઈ ઘઉં, રાયડો, એરંડા અને કપાસ સહિતના પાકોમાં મોટા નુક્સાનની ભીતિ સર્જાઈ હતી. ખેડૂતોને ઘઉં સહિતનો રવિ સિઝનનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો. વરસાદ કારણે ઘઉંનો તૈયાર પાક આડો પડી જવા પામ્યો છે. તો શાકભાજી પાકોમાં ફૂગ સહિતની સમસ્યાની ભીતિ સર્જાઈ છે. આમ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે.
Share your comments