Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

જળવાયું પરિવર્તનના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને વેઠવું પડી રહ્યો છે નુકસાન: રિપોર્ટ

જળવાયુ પરિવર્તનની અસર ખેતી પર વધુને વધુ દેખાઈ રહી છે. તાજેતરનો અહેવાલ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં કપાસના વાવેતર પર સૌથી વધુ પ્રતિકૂળ અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળી છે, જેના કરાણે 50 ટકાથી વધુ ખેડૂતોને આબોહવા પરિવર્તનની વિપરીત અસરો ભોગવવી પડી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જળવાયુ પરિવર્તન
જળવાયુ પરિવર્તન

જળવાયુ પરિવર્તનની અસર ખેતી પર વધુને વધુ દેખાઈ રહી છે. તાજેતરનો અહેવાલ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં કપાસના વાવેતર પર સૌથી વધુ પ્રતિકૂળ અસર ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળી છે, જેના કરાણે 50 ટકાથી વધુ ખેડૂતોને આબોહવા પરિવર્તનની વિપરીત અસરો ભોગવવી પડી છે. પૂર, વરસાદ, ગરમી અને ઊંચા તાપમાનના કારણે પાકને નુકસાન થયું હતું. જ્યારે, આગામી સમયમાં નુકસાન વધુ વધવાની ધારણા છે.મળી રહેલી માહિતી મુજબ 360 ખેડૂતોમાંથી લગભગ બે તૃતીયાંશ ખેડૂતો લાંબા સમય સુધી દુષ્કાળ, ઊંચા તાપમાન અને વધુ દિવસોની તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 5 વર્ષમાં કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 50 ટકાથી વધુ કપાસના ખેડૂતો આબોહવા પરિવર્તનની વિપરીત અસરોનો સામનો કરી રહ્યા છે.

આમ થયું સર્વે

સપ્ટેમ્બર 2023માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા અને મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લા વચ્ચે સમાન રીતે વહેંચાયેલા કપાસના ખેડૂતોનું સમાવેશ કરવામાં આવ્યા હતા.  મોટાભાગના ખેડૂતો જમીનના માલિકો હતા, જેમાંથી મોટાભાગના ખેડૂતો પાસે 10 એકરથી ઓછી જમીન હતી. સર્વે મુજબ તેમાંથી 50 ટકાથી વધુ ખેડૂતો હવામાન પરિવર્તનને કારણે ખેતી અને ઉત્પાદનની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

કપાસનો વિસ્તાર ઘટ્યો

ભારત વૈશ્વિક સ્તરે કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. 2023 માં, તેણે 130 લાખ હેક્ટરમાં લગભગ 58.4 લાખ મેટ્રિક ટન કપાસનું ઉત્પાદન મેળવ્યું છે. જ્યારે હવામાનના ફેરફારોને કારણે કપાસના ખેડૂતોને ગત ખરીફ સિઝનમાં ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. આ કારણોસર આ વર્ષે લગભગ 11 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર ઘટ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ વખતે ખરીફ સિઝનમાં દેશભરમાં 112.76 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે સમાન સમયગાળામાં 123.71 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું.

ખેડૂતો શું કાળજી રહી રહ્યા છે?

સર્વેક્ષણના અહેવાલ મુજબ હવામાન પરિવર્તનનો સામનો કરવા માટે ખેડૂતો તેમના પાકમાં વૈવિધ્યીકરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખેતીની પદ્ધતિઓ બદલીને અથવા સિંચાઈના સંસાધનોમાં રોકાણ કરીને આબોહવાનાં જોખમોનો સામનો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે, ઘણા કિસ્સાઓમાં ખેડૂતોએ લોન લેવી પડે છે અથવા તેમના પશુઓ વેચીને તેમની ખોટ પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે, કેટલાક ખેડૂતો પીએમ પાક વીમાનો લાભ પણ લઈ રહ્યા છે.

આ પણ વાંચો:ડાંગરની લણણી થી લઈને વેંચણી સુધી ધ્યાન રાખવાની બાબત, નાની ગલતી આપી શકે છે મોટી ઈજા

Share your comments

Subscribe Magazine

More on weather

More