Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને સેવાઈ રહી છે નુકશાનની ભીતિ, ખેતરો તળાવમાં ફેરવાયા

ગુજરાતમાં હાલ વરસાદ ભુક્કો બોલાવી રહી છે, જો કે ખેડૂતો માટે મોટી મુશ્કેલી લઈને આવી છે. વરસાદના કારણે ખેડૂતોને મોટા પાચે નુકસાન વેઠવું પડ્યો છે.તે જ સમય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ગુજરાતમાં ભારે વરસાદ
ગુજરાતમાં ભારે વરસાદ

ગુજરાતમાં હાલ વરસાદ ભુક્કો બોલાવી રહી છે, જો કે ખેડૂતો માટે મોટી મુશ્કેલી લઈને આવી છે. વરસાદના કારણે ખેડૂતોને મોટા પાચે નુકસાન વેઠવું પડ્યો છે.તે જ સમય સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ ચાલુ છે. અત્યાર સુધી અહીં સરેરાશના 150 ટકાથી 200 ટકા વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે. કહેવામાં આવી રહ્યું છે કે કપાસ અને મગફળીની ખેતી કરતા ખેડૂતો વરસાદના કારણે સૌથી વધુ પરેશાન જોવા મળી રહ્યા છે.

ખેતરો તળાવમાં ફેરવાયા

અમારા રિપોર્ટર પાસેથી મળી રહી માહિતી મુજબ ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોએ નુકશાન ભોગવી રહ્યા છે.ખેડૂતો હવે મુંઝાવણમાં છે કે તેઓ આગામી કેટલાક વર્ષો સુધી પાક લઈ શકશે નહીં કારણ કે તમામ ખેતીલાયક જમીન વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. રાજ્ય સરકારના આંકડા મુજબ દ્વારકા તાલુકામાં 200 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં અનુક્રમે સરેરાશ 135 ટકા અને 115 ટકા વરસાદ નોંઘાયો છે. એ જ રીતે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સરેરાશ 48 ટકા, કેશોદમાં 126 ટકા, વંથલીમાં 130 ટકા અને મેંદરડામાં 116 ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદરમાં સરેરાશ 145 ટકા વરસાદ નોંધાયો છે.

ખેડૂતોની ભગવાનથી એક જ પ્રાર્થના

આ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશનો ભાગ છે. તેનો આકાર એકદમ રકાબી જેવો છે અને જ્યાં સુધી તે ઊંચા તાપમાને બાષ્પીભવન ન થાય ત્યાં સુધી પાણી અહીં સંગ્રહિત રહે છે. આ સમગ્ર વિસ્તાર મગફળીના પાક માટે જાણીતો છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લાના કેટલાક ખેડૂતો પણ કપાસનું વાવેતર કરે છે. પરંતુ સતત વરસાદે તેમને પરેશાન કરી દીધું છે. ખેડૂતોએ હવે વરસાદ રોકાઈ જાય તેના માટે ભગવાનથી પ્રાર્થના કરી રહ્યા છે.  

ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ

કલ્યાણપુર તાલુકાના એક ગામના ખેડૂત મોહનભાઈએ જણાવ્યું હતું કે, 'દ્વારકા અને કલ્યાણપુર બંને વિસ્તારના ખેડૂતો પાકને નુકસાન થવાના ભયનો સામનો કરી રહ્યા છે. જમીન ધોવાઈ જવાની અને મોટા ભાગે પાકના નુકશાનની ભીતિ પણ તેઓને સેવાઈ રહી છે. ખેડૂતોના મતે જો વરસાદ બંધ થાય અને આવતા અઠવાડિયે સૂર્યપ્રકાશ મળે તો જ પાકનું નુકશાન ઘટી શકે છે, ત્યારે જ અમે 50 ટકા પાકની અપેક્ષા રાખી શકે છે. પરંતુ વર્તમાન હવામાનને જોતા સૂર્યપ્રકાશ થવાની સંભાવના ઓછી છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More