Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

Best for farmers: જાણો શું છે નૌટપા અને તેના કારણ થતા તાપમાનમાં ફેરફાર કેમ છે ખેડૂતો માટે વરદાન?

આ સમય સમગ્ર ભારતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ઉત્તર ભારતમાં તો તાપમાન 50 ડિગ્રીને વટાવી ગયું છે. પાટનગર દિલ્લીમાં આજે તાપમાન 52.8 ડિગ્રી નોંધાયું છે.આટલી તીવ્ર ગરમીના કારણે અને હીટવેવથી અત્યાર સુધીમાં 70 થી વઘુ લોકોએ હીટ સ્ટ્રોકના કારણે પોતાનુ જીવ ગુમાવી દીધું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

આ સમય સમગ્ર ભારતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ઉત્તર ભારતમાં તો તાપમાન 50 ડિગ્રીને વટાવી ગયું છે. પાટનગર દિલ્લીમાં આજે તાપમાન 52.8 ડિગ્રી નોંધાયું છે.આટલી તીવ્ર ગરમીના કારણે અને હીટવેવથી અત્યાર સુધીમાં 70 થી વઘુ લોકોએ હીટ સ્ટ્રોકના કારણે પોતાનુ જીવ ગુમાવી દીધું છે. આટલી કાળઝાળ ગરમી વચ્ચે હવે “નૌટપાની” ચર્ચા થઈ રહી છે. સોશયલ મીડિયા અને મીડિયામાં આ વાત ઉપર બહસ થઈ રહી છે કે નૌટપાના કારણે ભારતમાં તાપમાન 50 ડિગ્રીને વટાવી ગયું છે. નિષ્ણાતો મુજબ નૌટપા એક એવો સૂર્યપ્રકાશ છે જે સીધા ધરતી પર આવી રહ્યું છે અને તેમાં પણ ભારતમાં, જેના કારણે સૂર્ય ઝળહળતો દેખાયે છે. નિષ્ણાતો મુજબ એમ તો નૌટપાના કારણે લોકોને ઉનાળાની પાચમાલી જોવાનું વારો આવ્યો છે. પરંતુ ખેડૂતો માટે એજ નૌટપા બઉં કામના છે.

શું છે નૌટપા?

હિન્દૂ કેલેન્ડર મુજબ સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ સાથે નૌટપાની શરૂઆત થાય છે. આ વર્ષે તેઓ 25 મે થી શરૂ થયો હતો, જો કે 2 જૂન સુધી ચાલશે. જ્યોતિષીય ગણતરી મુજબ, સૂર્ય મેના રોજ સવારે 3: 16 કલાકે રોહિણી નક્ષત્રમાં પ્રવેશે છે. માન્યતાઓ મુજબ સુર્ય રોહિણી નક્ષત્રમાં જેટલા દિવસે રહે છે, તેટલા દિવસો સુધી તીવ્ર ગરમી પડે છે. કેમ કે આ સમયગાળા દરમિયાન સૂર્ય પૃથ્વીની કે પછી પૃથ્વી સૂર્યની ઘણી નજીક જતી રહે છે, જેના કારણે ધરતીનું તાપમાન વધી જાય છે. આ વર્ષે નૌટપા નવ દિવસ સુધી રોહિણી નક્ષત્રમાં રહેશે એટલે આ સમયગાળા દરમિયાન ગરમી અત્યાર સુધીના ટોચ પર છે.

રોહિણી નક્ષત્રનો સ્વામી કોણ છે
હિન્દૂ માન્યતાઓ મુજબ ચંદ્ર ભગવાન રોહિણી નક્ષત્રના સ્વામી છે, જે શીતળતાનો કારક છે. પરંતુ આ સમય દરમિયાન તેઓ સૂર્યના પ્રભાવમાં આવે છે, જેના કારણે નૌટપા થાય છે અને આ દરમિયાન ભારે ગરમી જોવા મળે છે. પણ ત્યાં સૌથી મહત્વની વાત એવું છે કે આ કાળઝાળ ઉનાળો ખેડૂતો માટે વરદાન છે. કૃષિ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જ્યારે સૂર્ય વધુ ગરમ હોય છે અને ગરમીની લહેર હોય છે ત્યારે વરસાદની મોસમ વધુ સારી હોય છે. નૌટપાની સળગતી ગરમી ખેતરોની જમીનને જંતુઓથી મુક્ત કરે છે, જો પાકના ઉત્પાદનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રસાયણ વાપરવાની જરૂરત રહેતી નથી

નૌટપાની ગરમીના કારણે ખેતરોમાં ઊંડી ખેડાણ કરવાથી રસાયણોનો ઉપયોગ કર્યા વિના રોગકારક સૂક્ષ્મજંતુઓ અને નીંદણથી રાહત મળે છે. તીવ્ર ગરમીના કારણે પાકના દુશ્મનો જેવા કે જંતુઓ, મિડજ, તિત્તીધોડા, તિત્તીધોડાના ઈંડા અને નીંદણનો નાશ થાય છે. જેના કારણે પાક પર રોગનો ઉપદ્રવ ઓછો થાય છે. દરમિયાન જમીન વધુ પડતી ગરમીના કારણે ગરમ રહે છે, જેથી બાજરી, ગુવાર, મૂંગ-મોથ, તલ, મગફળી વગેરે જેવા પાકોની ઉપજમાં સુધારો થાય છે. આત્યધિક ગરમી ખેતરોમાં સૂક્ષ્મજંતુઓના ઈંડાનો નાશ કરે છે, જેનાથી પાકને નુકસાન કરતા સૂક્ષ્મજંતુઓનું પ્રજનન અટકે છે. ગરમ ઉનાળામાં ખેતરોમાં ઊંડી ખેડાણ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વિના ખેતરો રોગકારક સૂક્ષ્મજંતુઓ અને નીંદણથી મુક્ત બને છે.

નૌટપા કેવી રીતે ફાયદાકારક રહેશે

લોકો માને છે કે નૌટપાની ગરમી ખેતી માટે કુદરતનું વરદાન છે. નૌટપા દરમિયાન ઊંચા તાપમાનને ભવિષ્યમાં સારા વરસાદની નિશાની માનવામાં આવે છે. જેના કારણે ચોમાસા દરમિયાન પૂરતો વરસાદ થાય છે. આ સમયગાળા દરમિયાન, જમીનને વધુ પડતી ગરમ કરવામાના કારણે ખરીફ પાકની ઉપજમાં સુધારો થાય છે અને પાકને નુકસાન કરતા જીવાણુઓનો નાશ પામે છે. જૌ નૌટપા દરમિયાન વરસાદ પડે તો આ સ્થિતિ ખેતી માટે હાનિકારક બની શકે છે, કારણ કે તેનાથી જીવજુંતુઓના ઈંડાનો નાશ થતો નથી.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ખેડૂતો માટે સલાહ

ખેડૂતોએ નૌટપા દરમિયાન ખેતરોમાં ઊંડી ખેડાણ કરવી જોઈએ અને પાકની તૈયારી કરવી જોઈએ. કાળઝાળ ગરમીથી બચવા સામાન્ય લોકોએ પૂરતું પાણી પીવું જોઈએ અને તડકાથી બચવાના ઉપાયો કરવા જોઈએ. ઉનાળા દરમિયાન પાણીનો યોગ્ય ઉપયોગ અને સંવર્ધન મહત્વપૂર્ણ છે, જેથી ચોમાસા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ માટે ખેતરના પાળા ઉભા કરવા જોઈએ જેથી વરસાદ પડે તો પાણીનો બચાવ થઈ શકે. તળાવોને સાફ કરીને ખોદવા જોઈએ જેથી તળાવમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે અને આસપાસના પાણીના સ્તરમાં વધારો થાય.

ગાર્ડનિંગ કરતા ખેડૂતો માટે વરદાન

જો ખેડૂતોએ ફળોની ગાર્ડનિંગ કરવા માંગે છે એવા ખેડૂતો માટે આ વર્ષનો ઉનાળો વરદાન છે, આ દરમિયાન ફલોની ગાર્ડનિંગ કરતા ખેડૂતોને રોપાઓ વાવવા માટે ખાડા ખોદવા જોઈએ, જેથી કરીને તમામ પ્રકારના ગરમીને ઉત્તેજન આપતી જંતુઓ અને જીવજંતુઓ નાખૂદ થઈ જાએ. આ પછી ખાડો ભરો. ઉનાળા દરમિયાન, પાકની નિયમિત કાળજી લેવી જોઈએ અને પાકને ઘાસ અને ભૂસાથી છાણવા જોઈએ અને ખેતરમાં ભેજની અછત નથી હોવી જોઈએ. પાક પર જંતુનાશકોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને ખેતરોમાં ભેજની અછત નથી સર્જાયે તેની કાળજી રાખવી જોઈએ. નૌટપા દરમિયાન સળગતી ગરમી ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જો તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે અને પાકની તૈયારી કરે તો જ.

Share your comments

Subscribe Magazine

More on weather

More