ગુજરાતમાં રવિ પાકની લણણી ચાલી રહી છે. તેમ જ કેટલાક ખેડૂતો તો એવા પણ છે જેમને ઝૈદ પાકનું વાવેતર પણ શરૂ કરી દીધું છે.પરંતુ આ વચ્ચે ગુજરાતના હવામાન ખેડૂતો માટે કાળઝાળ બની ગયું છે. રાજ્યમાં એપ્રિલની શરૂઆતથી જ પહેલા કાળઝાળ ઉનાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો અને સામાન્ય માણસોને મોટા પાચે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
બપોર પછી ગરમીનું અનુભવ
રાજ્યમાં બપોર પછી કાળઝાળ ગરમીનું અનુભવ લોકોએ કરી રહ્યા છે. એજ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીને વટાવી ગયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. જ્યા 40 તેમજ 41 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. બીજી બાજુ રાજ્યના 6 શહેરોમાં તાપમાન થોડા ક દિવસોમામં 40 ડિગ્રી પહોંચી જશે. જો કે અત્યારે ત્યાં તાપમાન 38 ડિગ્રીથી ઉપર નોંધવામાં આવ્યું છે. જો આપણે અમદાવાદની વાત કરીએ તો અત્યારે ત્યાં 37.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ અહિંયા હજુ ગરમી યાથાવત રહેવાની આગાહી છે.
હવામાન દ્વારા કરવામાં આવેલ આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ અરબ સાગરમાં ઉભી થયેલ સિસ્ટમનાં કારણે પશ્ચિમથી ઉત્તર દિશા તરફ રહેતા અરબ સગર પરના ભેજ ગુજરાતમાં આવશે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, દરિયા કિનારાનાં વિસ્તારોમાં બફારો રહેવાની શક્યતા છે. તેમજ આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે.
આ પણ વાંચો: બાઈક અકસ્માતથી બચાવશે આ ત્રણ કામ, વહેલી તકે જાણી લો નહીંતર..
રાજ્યના જુદા-જુદા શહેરમાં કાળઝાળ ગરમીનું આતંક
- અમદાવાદ 37.3 ડિગ્રી
- ગાંધીનગર 37.2 ડિગ્રી
- ડીસા 9 ડિગ્રી
- વડોદરા 38.6 ડિગ્રી
- અમરેલી 40.3 ડિગ્રી
- ભાવનગર 37.4 ડિગ્રી
- રાજકોટ 40.1 ડિગ્રી
- સુરેન્દ્રનગર 39.2 ડિગ્રી
- પોરબંદર 39.0 ડિગ્રી
- વેરાવળ 38.9 ડિગ્રી
- મહુવા 38.6 ડિગ્રી
- ભુજ 5 ડિગ્રી
- નલિયા 37.2 ડિગ્રી
- કંડલા 39.0 ડિગ્રી
- કેશોદ 39.4 ડિગ્રી
Share your comments