Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

અંબાલાલ પટેલની ઘાતક આગાહી. ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે વાવાઝોડાની પણ શક્યતા

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, એમ દેખાઈ રહ્યું છે. લોકોને હવે સવાર સાંજના સાથે બપોરમાં પણ ઠંડીનું અહેસાસ થવા માંડ્યો છે. મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી પણ નીચું તાપમાન જોવા મળી રહ્યું છે,

Amansinh Jadeja
Amansinh Jadeja

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, એમ દેખાઈ રહ્યું છે. લોકોને હવે સવાર સાંજના સાથે બપોરમાં પણ ઠંડીનું અહેસાસ થવા માંડ્યો છે. મોટાભાગના શહેરોમાં 20 ડિગ્રીથી પણ નીચું તાપમાન જોવા મળી રહ્યું છે, જ્યારે કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યું છે,જેમાંથી એક પાટનગર ગાંધીનગરમાં પણ છે જ્યાં લઘુત્તમ તાપમાન 15.8  ડિગ્રી પહોંચી ગયું છે.

ગાંધીનગર સૌથી ઠંડુ શહેર

પાટનગર ગાંધીનગર હાલમાં નોંધવામાં આવેલ તાપમાન મુજબ રાજ્યના સૌથી ઠંડુ શહેર તરીકે ગણવામાં આવ્યું છે. રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનું ઘટાડો નોંધાયો છે. 15.8 ડિગ્રીના લઘુત્તમ તાપામાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે દેખાઈ રહ્યુ છે. જ્યારે ઓખા 25.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેર બની ગયું છે. અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરમાં વહેલી સવારે અને સાંજ પછી ઠંડીનું અનુભવ થઈ રહ્યો છે.

વાદળ બંધાય તેવી શક્યતા

શિયાળા વચ્ચે રાજ્યમાં વાદળ બંધાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે 20 થી 25 નવેમ્બરે ડીપ પ્રેશરમાં ચક્રવાત બનશે, જેથી અરબ સાગરમાં 19 થી 22 વચ્ચે લો પ્રેરશ સર્જાશે, જો તે સોમાલીયા અને ઓનામ તરફ જશે ગુજરાતમાં વરસાદ નથી ખાબકશે, પરંતુ જો તેઓ ગુજરાત તરફ આવશે તો વરસાદ થવાની પૂરી પૂરી સંભાવના છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્કુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાના છે, જેથી વાવાઝોડુ આવવાની શક્યતા વધશે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ 20 નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. ત્યાર પછી 23 તારીખે પણ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે, જેની અસર પણ ગુજરાત પર પડશે અને રાજ્યમાં ઠંડીની લહેર આવશે.

આ પણ વાંચો: ઓછા ખર્ચે વધુ ઉત્પાદન જોઈએ છે તો બટાકાની ખેતી કરતા સમય આ બાબતોનું રાખો ધ્યાન

Share your comments

Subscribe Magazine

More on weather

More