Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતિઓને રેડ એલર્ટથી રાહત મળવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ તેની આગાહીમાં જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન ભારતમાં ગરમીના મોજાથી લઈને વરસાદની ઝાપટા પડવાની પણ શક્યતા છે. 24 એપ્રિલે ભારતના કેટલાક રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ/વીજળી અને તીવ્ર પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઉનાળાના રેડ એલર્ટથી રાહત
ઉનાળાના રેડ એલર્ટથી રાહત

ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ તેની આગાહીમાં જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન ભારતમાં ગરમીના મોજાથી લઈને વરસાદની ઝાપટા પડવાની પણ શક્યતા છે. 24 એપ્રિલે ભારતના કેટલાક રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ/વીજળી અને તીવ્ર પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. આસામ,મેઘાલય, કેરળ અને માહેમાં કેટલાક સ્થળોએ અને પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ આછું વાવાઝોડું અને વીજળી પડશે ત્યારે ગુજરાતમાં ઝાપટાની શક્યતા છે.

હળવોથી મધ્ય વરસાદની શક્યતા

24-26મી દરમિયાન પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને તીવ્ર પવન ફુંકાવાની સંભાવના છે. 24મીએ ઓડિશા, પશ્ચિમ બંગાળના ગંગાના કાંઠે વસાયેલા વિસ્તારો ઞારખંડમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશમાં 24 અને 27 એપ્રિલે અલગ-અલગ ભારે વરસાદની સંભાવના છે

હીટ વેવની સંભાવના યથાવત

IMD અનુસાર, જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક અથવા તેનાથી વધુ હોય અને સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુનો તફાવત હોય ત્યારે હીટ વેવની સ્થિતિ લાગુ પડે છે. આગામી કેટલાક દિવસો સુધી દેશના કેટલાક ભાગોમાં હીટ વેવની સંભાવના છે.

પાવર ગ્રીડ પર પડી શકે છે દબાણ

હવામાન કચેરીએ જણાવ્યું છે કે એપ્રિલમાં દેશના વિવિધ ભાગોમાં ચારથી આઠ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા છે, જ્યારે સામાન્ય રીતે તે એકથી ત્રણ દિવસ રહેવાની ધારણા છે. અતિશય ગરમીને કારણે પાવર ગ્રીડ પર દબાણ આવી શકે છે અને દેશના કેટલાક ભાગોમાં પાણીની અછત સર્જાઈ શકે છે.

વૈજ્ઞાનિક અને દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રના વડા કુલદીપ શ્રીવાસ્તવે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, "આગામી દિવસોમાં ગરમીની લહેર આવવાની કોઈ શક્યતા નથી, પરંતુ આગામી ત્રણથી ચાર દિવસમાં દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઓછામાં ઓછા સાત દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની અપેક્ષા નથી. જોકે, દિલ્હીવાસીઓને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી વરસાદના કારણે ઊંચા તાપમાનમાંથી રાહત નહીં મળે.

આ પણ વાંચો: બજારમાં વેચાતા તરબૂચ તમને આપી શકે છે કેંસર, આવી રીતે ઓળખો ખાવા લાયક છે કે નહીં

ગુજરાતનું હવામાન

ગુજરાતના વિશેમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસો સુધી એટલે કે 25થી 27 એપ્રિલ સુધીગુજરાતિઓને આકરી ગરમીનો અહેસાસ થશે. 25થી 27 તારીખ દરમિયાન ઘણાં વિસ્તારોમાં તાપમાનનો પારો 41થી લઈને 43 ડિગ્રી સુધી જવાની આગાહી કરવામાં આવી છે. જો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વાત માનીએ તો આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ શક્યતાઓ છે. જેમાં વરસાદ કે ઝાપટાં થાય તેની શક્યતાઓ ઓછી છે.

વરસાદ અંગે જણાવ્યુ છે કે, 26થી 30 એપ્રિલના ગાળામાં એકલ-દોકલ સેન્ટર પર ઘાટાં વાદળો હોય અને ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડે તે અપવાદ રહેશે પરંતુ મોટા માવઠા કે ઝાપટાની શક્યતાઓ નથી. પહેલા એપ્રિલના અંતમાં મોટા ઝાપટાંની સંભાવના હતી પરંતુ તે ટળી ગઈ છે કારણ કે જે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાઈ રહી છે. આમ ગુજરાત પરથી મોટા માવઠાની આફત ટળી છે..

Share your comments

Subscribe Magazine

More on weather

More