ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને મોટા ભાગના લોકો ખેતી પર નિરંભર છે તો આજે અમે તમને એવી બે સફળ ખેડૂત મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પુરુષ ખેડૂતની સરખામાણીમાં પોતાની આવડતથી ખેતી કરીને બમણી આવક મેળવે છે.
જામનગર જિલ્લાના હેમાલીબેન
હેમાલીબેનની વાત કરવામાં આવે તો તેઓ એક સફળ મહિલા ખેડૂત છે અને તેઓ જામનગરના લાલપુર તાલુકાના આરબલુસ ગામના વતની છે અને તેમના પિતાની સાથે મળીને ખેતી કરી રહ્યા છે તેમના પિતાનું નામ ગોવિંદભાઇ કોરિંગા છે હેમાલીબેનના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓ માત્ર 10 ધોરમ સુધીનો અભ્યાસ કરેલ છે અને તેઓ હાલમાં પોતાના ગામમા ભાડા પેટે 35 વીઘા જમીન રાખીને તેમા ખેતી કરી રહ્યા છે
શિયાળું પાક
હેમાલીબેન કહે છે કે ખેતી પ્રધાન દેશની દિકરીઓને ખેતી કરવાનું ગૌરવ હોવું જોઇએ. ખેતીના લગભગ કામ અમે પરિવારના સભ્યો જાતે નિપટાવીએ છીએ. ગત વર્ષે અમે શિયાળું પાકમાં રાઇ અને જીરાનું વાવેતર કર્યું હતું. જેમાં 16 ગુંઠાના વીઘા મુજબ રાઇનો ઉતારો 20 મણ લીધો હતો.
ઉનાળું વાવેતર
ઉનાળું વાવેતરમાં અમે 10 વીઘાનો બાજરો અને 2 વીઘામાં મગનું વાવેતર કર્યું હતું. ચાલું વર્ષના ખરીફ વાવેતરની વાત કરીએ તો 12 વીઘામાં સોયાબીન, 5 વીઘાની ખરીફ ડુંગળી, 8 વીઘામાં કપાસ અને 15 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું છે. અત્યારે બધા ખરીફ પાક ખેતરોમાં સારી સ્થિતિમાં ઉભા છે, પરંતુ હવે વરસાદની ખેંચ અનુભવાય છે.
જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જામનગર આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલ છે
હેમાલીબેન કહે છે કે જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જામનગર આત્મા પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલ છું. આ બંને જગ્યાથી અમારા પાક માવજતના પ્રશ્નો ઉકલી જાય છે. આત્મામાં ATM તરીકે રજનીશભાઇ ઠેસિયા અને BTM તરીકે નિરાલીબેન સંઘાણી છે.
હેમાલી બેન જણાવે છે કે જામનગર કે.વી.કે. અને આત્મા દ્રારા અમારી પાક માવજતના પ્રશ્નોનું નિરાકરણ મળે છે. અને હાલમાં બધા ખરીફ પાક ખેતરોમાં સારી સ્થિતિમાં ઉભા છે, પરંતુ હવે વરસાદની ખેંચ અનુભવાય છે.
અમરેલી જિલ્લાના અરૂણાબેન વેકરિયા
અરૂણાબેનની વાત કરવામાં આવે તો તેઓ પણ એક સફળ મહિલા ખેડૂત છે અને તેઓ અમરેલી જિલ્લાના દેવરાજિયા ગામના વતની છે અને પોતાના ગામમાં જ ખેતી કરી રહ્યા છે તેમના પિતાનું નામ નાથાભાઇ વેકરિયા છે હેમાલીબેનના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓએ BA (બેચલર ઓફ આર્ટ્સ)નો અભ્યાસ કરેલ છે તેઓ હાલમાં પોતાના ગામમા 30 વીઘા જમીનમાં તેઓ પોતાના પિતા નાથાભાઈ સાથે મળીને ખેતી કરી રહ્યા છે
અરૂણાબેન કહે છે કે અમારો વિસ્તાર ખારોપાટ કહેવાય છે. તેમાં વર્ષ દરમિયાન માત્ર એક પાક જ લેવાય છે. અમારા વિસ્તારમાં રોઝડાનો ત્રાસ બહું હોવાથી મગફળી કે કપાસ જેવા પાકો વાવી શક્તા નથી. સીમમાં શાકભાજી પાકો પણ પ્રાણીઓના ત્રાસથી વાવી શકાતા નથી. તેથી એકાદ વીઘા જેવડા ફળિયામાં કિચન ગાર્ડન કરી, પરિવાર પુરતા શાકભાજી પાકો ઉપરાંત કઠોળ વર્ગના પાકો ઉગાડી ઉપજ લણીએ છીએ.
ભાઈ સરકારી નોકરી કરતા ખેતીની જવાબદારી આવી પડી
ફળઝાડમાં ચીકુ, દ્રાક્ષ, જામફળ, સીતાફળ, દાડમી, લીંબુ, બદામ, બોરડી, અંજીર, રાવણા, નાળિયેરી જેવા પાકો મારા ફળિયામાં છે. ફળિયાના બધા પાકોમાં માત્રને માત્ર ઓર્ગેનિક માવજત જ આપું છું. બાપદાદાની 30 વીઘામાં ખેતીના દરેક કામ એકલા હાથે આટોપું છું. મારો ભાઇ EC એન્જિન્યર સરકારી જોબમાં વડોદરા છે. ખેતી મારો શોખ છે, જેની પાસે વારસાઇ ખેતી છે, તે ધારે તો સ્વનિર્ભર રહી શકે છે. મહિલાઓ માટે ખાસ ખેતી કરવી, એમાં શરમ શેની ? ક્યાક જોબ કરવી એના કરતાં ખેતી એ સ્વતંત્ર વ્યવસાય છે.
અરૂણાબેન કહે છે કે ખેતી મારો શોખ છે, જેની પાસે વારસાઇ ખેતી છે, તે ધારે તો સ્વનિર્ભર રહી શકે છે.
Share your comments