Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

સરકારી નોકરી છોડી આ યુવકે ચાલુ કરી એલોવેરાની ખેતી, અત્યારે વર્ષે કરી રહ્યો છે એક થી બે કરોડની કમાણી

એવું કહેવામાં આવે છે કે, એક નવો વિચાર તમારું જીવન બદલી શકે છે. આવું જ કંઈક રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હરીશ ધનદેવના જીવનમાં બન્યું છે. વ્યવસાયે એન્જિનિયર હરીશે પોતાની સરકારી નોકરી છોડી અને એવી ખેતી કરી કે, આજે તે કરોડપતિ બની ગયો છે. હરીશને ખેડુતોના પરિવાર તરફથી આવતા હોવાથી ખેતી સાથે જોડાયેલા કામ કરવાની ઇચ્છા હતી. તેથી તેણે નોકરી છોડી અને એલોવેરાની ખેતી શરૂ કરી.

Sukhadev Thakor
Sukhadev Thakor

એવું કહેવામાં આવે છે કે, એક નવો વિચાર તમારું જીવન બદલી શકે છે. આવું જ કંઈક રાજસ્થાનના જેસલમેરમાં રહેતા હરીશ ધનદેવના જીવનમાં બન્યું છે. વ્યવસાયે એન્જિનિયર હરીશે પોતાની સરકારી નોકરી છોડી અને એવી ખેતી કરી કે, આજે તે કરોડપતિ બની ગયો છે. હરીશને ખેડુતોના પરિવાર તરફથી આવતા હોવાથી ખેતી સાથે જોડાયેલા કામ કરવાની ઇચ્છા હતી. તેથી તેણે નોકરી છોડી અને એલોવેરાની ખેતી શરૂ કરી. તેનો આઇડિયા સફળ રહ્યો અને તેનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં પહોંચ્યું. તેને જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયરની નોકરી મળી હતી પરંતુ તેનું હૃદય હંમેશા કંઇક બીજું કરવા માંગતો હતો. તેથી તેણે પોતાની સરકારી નોકરી છોડી દીધી.

એક નવા વિચારે જીવન બદલી નાખ્યું

હરીશને દિલ્હીમાં આવેલ કૃષિ એક્સ્પોમાંથી એલોવેરાની ખેતી કરવાનો વિચાર આવ્યો. જ્યાં તેમને એલોવેરા, આમળા અને ગોંડા ઉગાડવા વિશે જાણવા મળ્યું. અહીં તમને જણાવી દઇએ કે, રણમાં બાજરી, ઘઉં, સરસવ વગેરે ઉગાડવામાં આવે છે પરંતુ હરીશે રણમાં પણ એલોવેરા ની ખેતી કરી ઉગાડ્યા. તેણે પોતાની 120 એકર જમીનમાં ‘બેબી ડેનિસ’ નામની એલોવેરાની ખેતી કરી હતી. શરૂઆતમાં, તેણે એલોવેરાના 80,000 નાના છોડ રોપ્યા હતા. હવે આ સંખ્યા વધીને 7 લાખ થઈ ગઈ છે. રણમાં ઉગાડવામાં આવતી એલોવેરાની ગુણવત્તા એટલી સારી છે કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ખૂબ માંગ છે.

રામદેવ બાબાની કંપની પણ તેમની પાસેથી એલોવેરા ખરીદે છે. હરીશના એલોવેરાએ રામદેવ બાબાની પતંજલિના નિષ્ણાતોને આકર્ષિત કર્યા અને તેણે તરત જ એલોવેરા માટે ઓર્ડર કર્યો હતો. હરીશ કહે છે કે, છેલ્લા ચાર મહિના દરમિયાન તેણે હરિદ્વારમાં પતંજલિની ફેક્ટરીઓમાં 125-150 ટન એલોવેરા સપ્લાય કરી છે. રણમાં ઉગાડવામાં આવતી એલોવેરાની માંગ માત્ર દેશમાં જ નહીં પણ બ્રાઝિલ, હોંગકોંગ અને અમેરિકા જેવા દેશોમાં પણ છે.

હરીશે પોતાની અલગથી એક કંપની ખોલી છે

દેશ અને વિદેશની વધતી માંગને જોતા હરીશે જેસલમેરથી 45 કિલોમીટર દૂર ધિસર ખાતે ‘નચુરોલો એગ્રો’ નામની કંપની શરૂ કરી. હવે હરીશ એલોવેરાના સપ્લાયથી વાર્ષિક 1.5 થી 2 કરોડની કમાણી કરી રહ્યા છે. હરીશે આધુનિક રીતે એલોવેરા પર પ્રક્રિયા કરવા માટે એક યુનિટ પણ બનાવ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More