જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત જેન્તીભાઇ ફળદુએ રાજ્ય સરકારની સહાય સાથે ડ્રેગન ફ્રુટની ખેતી કરી પરંપરાગત ખેતીથી અલગ ચીલો ચાતર્યો છે. જસાપર ગામના જયંતીભાઈ ફળદુ રાજ્ય સરકારની આત્મા એજન્સી સાથે જોડાયેલા છે.
જામનગર જિલ્લાના જશાપર ગામના પ્રગતિશીલ ખેડૂત જેન્તીભાઈએ જણાવ્યું કે, “બાગાયતી પાકોમાં સામાન્ય રીતે દરેક પાકમાં ફળ ત્રણ વર્ષ બાદ આવતા હોય છે. જ્યારે ડ્રેગન ફ્રુટના પાકમાં એક વર્ષમાં જ ફળની આવક થાય છે. વળી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ ઝુકાવ હોવાથી અમે આ પાકમાં રાજ્ય સરકારની સહાયથી સેન્દ્રીય ખાતરનો અને ટપક સિંચાઇનો ઉપયોગ કરીએ છીએ.” ડ્રેગન ફ્રુટની ખેતીમાં સંપૂર્ણ ચોમાસા દરમિયાન ચારથી પાંચ વખત ફળોનો ફાલ મળે છે. આ પાક થકી જયંતીભાઈ માત્ર એક જ સીઝનમાં અંદાજિત આવક 3.25 લાખ જેટલો નફો મેળવે છે.
બે વીઘાના વિસ્તારમાં માત્ર ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે. તે સિવાયના ભાગોમાં પણ જેન્તીભાઈએ ટિશ્યૂકલ્ચર ખારેક વાવી છે. સીતાફળની નવી જાતનું પણ હાલ પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે. જેન્તીભાઈ પોતાના ફળોની ગુણવત્તાનો જાતે ખ્યાલ રાખે છે. જેના થકી આજે તેઓ ઓર્ગેનિક લાઇસન્સ અને ફ્રુટ ક્વોલિટી લાઈસન્સ સાથે પોતાના ફાર્મ પરથી સીધું જ વેચાણ કરી ઘર આંગણે જ અઢળક કમાણી કરી રહ્યા છે. જેંન્તીભાઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સજીવ ખેતીમાં પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવ્યું છે.
જેન્તીભાઈએ અન્ય ખેડૂત વિશાલભાઈ સાથે મળી નર્સરીનો પણ પ્રારંભ કર્યો છે. જેમાં ડ્રેગન ફ્રૂટના 65 હજાર જેટલાં રોપાનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ રોપાઓનું વેચાણ કરી રહ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે સોર્સની રહેશે કૃષિ જાગરણ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
Share your comments